________________
૩૬૨ એક આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪)
सम्यक्त्वादौ चतुर्विधे सामायिके देशविरतिसर्वविरतिसामायिकद्वयमेवेच्छति क्रियात्मकत्वादस्य, सम्यक्त्व सामायिक श्रुतसामायिके तु तदर्थमुपादीयमानत्वादप्रधानत्वान्नेच्छति, गुणभूते चेच्छति થાર્થ: II‰૦૯૪॥ ઉત્ત્ત: યિાનયઃ,
इत्थं ज्ञानक्रियानयस्वरूपं ज्ञात्वाऽविदिततदभिप्रायो विनेयः संशयापन्नः सन्नाह — किमत्र 5 तत्त्वं ?, पक्षद्वयेऽपि युक्तिसम्भवात्, आचार्यः पुनराह — सव्वेसिंपि गाहा, अथवा ज्ञानक्रियान प्रत्येकमभिधायाधुना स्थितपक्षमुपदर्शयन्नाह—
सव्वेसिंपि नयाणं बहुविहवत्तव्वयं निसामित्ता ।
तं सव्वनयविसुद्धं जं चरणगुणओि साहू ॥ १०५५ ॥
व्याख्या : सर्वेषामपि मूलनयानाम्, अपिशब्दात् तद्भेदानां च 'नयानां' द्रव्यास्तिकायादीनां 10 'बहुविधवक्तव्यतां' सामान्यमेव विशेषा एव उभयमेव वाऽनपेक्षमित्यादिरूपाम् अथवा नामादीनां नयानां कः कं साधुमिच्छतीत्यादिरूपां 'निशम्य' श्रुत्वा तत् 'सर्वनयविशुद्धं' सर्वनयसम्मतं वचनं સામાયિકમાંથી દેશિવરતિ અને સર્વવિરતિ સામાયિકદ્રયને જ ઇચ્છે છે, કારણ કે તે બંને સામાયિક ક્રિયાત્મક છે. જ્યારે સમ્યકત્વ-શ્રુતસામાયિક વિરતિ માટે જ ગ્રહણ કરાતા હોવાથી અપ્રધાન છે. તેથી આ નય પ્રથમ બે સામાયિકોને પ્રધાનરૂપે ઇચ્છતો નથી, ગૌણભાવે ઇચ્છે પણ છે. I૧૦૫૪॥ 15 ક્રિયાનય કહેવાયો.
અવતરણિકા : આ પ્રમાણે જ્ઞાનનય અને ક્રિયાનયના સ્વરૂપને જાણીને સંશયને પામેલો અને આ નયોના અભિપ્રાય(ભાવાર્થ)ને નહિ જાણતો શિષ્ય પ્રશ્ન કરે છે કે - “અહીં વાસ્તવિકતા શું છે ? અર્થાત્ જ્ઞાન મહાન કે ક્રિયા મહાન, કારણ કે બંને પક્ષમાં યુક્તિઓ પ્રાપ્ત થાય છે. આચાર્ય જવાબમાં સવ્વેસિપિ..... ગાથા જણાવે છે. અથવા જ્ઞાન-ક્રિયાનયમાં દરેકનાં મત કહીને 20 હવે સ્થિતપક્ષને બતાવતા કહે છે
ગાથાર્થ : સર્વ નયોની ઘણા પ્રકારની વક્તવ્યતાને સાંભળીને, જે ચારિત્રગુણમાં રહેલો સાધુ છે તે જ સર્વનયોને સમ્મત છે.
ટીકાર્થ : દ્રવ્યાસ્તિક વિગેરે સર્વ મૂળનયોની પણ અને ‘પ્િ’ શબ્દથી દ્રવ્યાસ્તિકાદિના ભેદોની (વક્તવ્યતાને સાંભળીને તે વક્તવ્યતા કેવા પ્રકારની છે તે કહે છે—) જગતવર્તી સર્વ વસ્તુઓ 25 સામાન્યસ્વરૂપે જ છે અથવા જગતવર્તી સર્વ વસ્તુઓ વિશેષરૂપે જ છે, અથવા ઉભયરૂપ છે પણ એકબીજાથી નિરપેક્ષ છે (એટલે કે કેટલાક નયની અપેક્ષાએ જગતમાં સામાન્ય અને વિશેષ બંને રૂપે વસ્તુઓ છે પણ તે સામાન્યરૂપ વસ્તુ તદ્દન જુદી અને વિશેષરૂપ વસ્તુ તદ્દન જુદી, એકબીજાની અપેક્ષા વિનાની છે.) આવા પ્રકારની ઘણી વક્તવ્યતાઓને અથવા નામ-સ્થાપના વિગેરે નયોમાંથી કયો નય કયા સાધુને ઇચ્છે છે ? વિગેરે (એટલે કે કોને સાધુ માને ? વેષધારીને કે વિગેરે) 30 એવી ઘણા પ્રકારની વક્તવ્યતાને સાંભળીને, જે સાધુ ચરણ=મૂળગુણમાં અને ગુણ–ઉત્તરગુણમાં