Book Title: Avashyak Niryukti Part 04
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 366
________________ નયોનું સ્વરૂપ (નિ. ૧૦૫૩) ૩૫૭ नैगमसङ्ग्रहव्यवहारऋजुसूत्रशब्दसमभिरूढवम्भूतभेदभिन्ना:खल्वोघतः सप्त भवन्ति, स्वरूपं चैतेषामधः सामायिकाध्ययने न्यक्षेण प्रदर्शितमेवेति नेह प्रतन्यते, इह पुनः स्थानाशून्यार्थमेते ज्ञानक्रियानयद्वयान्तर्भावद्वारेण समासतः प्रोच्यन्ते, ज्ञाननयः क्रियानयश्च, तथा चाऽऽह विज्जाचरणनएसुं सेससमोआरणं तु कायव्वं । सामाइअनिज्जुत्ती सुभासिअत्था परिसमत्ता ॥१०५३॥ व्याख्या : 'विज्जाचरणनएसुं'ति विद्याचरणनययोः ज्ञानक्रियानययोरित्यर्थः, 'सेससमोयारणं तु कायव्वं ति शेषनयसमवतार: कर्तव्यः, तुशब्दो विशेषणार्थः, किं विशिनष्टि ?-तौ च वक्तव्यौ, सामायिकनियुक्तिः सुभाषितार्था परिसमाप्तेति प्रकटार्थमिति गाथार्थः ॥१०५३॥ साम्प्रतं स्वद्वार एव शेषनयान्तर्भावेनाधिकृतमहिमानौ अनन्तरोपन्यस्तगाथागततुशब्देन चावश्यवक्तव्यतया विहितौ ज्ञानचरणनयावुच्येते, तत्र ज्ञाननयदर्शनमिदं-ज्ञानमेव प्रधानमैहि- 10 कामुष्मिकफलप्राप्तिकारणं, युक्तियुक्तत्वात्, तथा चाऽऽह नायंमि गिण्हिअव्वे अगिण्हिअव्वंमि चेव अत्थंमि । जइअव्वमेव इअ जो उवएसो सो नओ नामं ॥१०५४॥ હવે નયોની વિચારણા કરવાની છે. તેમાં તે નયો નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરુઢ અને એવંભૂત આ પ્રમાણે સામાન્યથી સાત છે. દરેક નયનું સ્વરૂપ પૂર્વે સામાયિક 15 અધ્યયનમાં વિસ્તારથી બતાવી જ દીધું હોવાથી અહીં બતાવાતું નથી. છતાં પણ અહીં સ્થાન શૂન્ય ન રહે તે માટે આ સાતે નય જ્ઞાનનય અને ક્રિયાનયમાં સમાવેશ કરવા દ્વારા સંક્ષેપથી કહેવાય છે. બે નયો છે જ્ઞાનનય અને ક્રિયાનય. તે જ કહે છે કે, ગાથાર્થ : વિદ્યા અને ચારિત્રનયોમાં શેષ નયોનો સમાવેશ કરવા યોગ્ય છે. સારી રીતે કહેવાયેલા છે અર્થો જેમાં એવી સામાયિકનિયુક્તિ સમાપ્ત થઈ. 20 ટીકાર્થ : વિદ્યાનય = જ્ઞાનનય અને ચારિત્રનય = ક્રિયાનયમ શેષ નયોનો સમાવેશ કરવા યોગ્ય છે. અહીં ‘તુ' શબ્દ વિશેષ અર્થને જણાવનારો છે. જ્યાં વિશેષ અર્થને જણાવે છે ? તે કહે છે – આ બંને નયો કહેવા યોગ્ય છે. સુભાષિત–અર્થોવાળી સામાયિકનિર્યુક્તિ પરિસમાપ્ત થઈ. આ વાક્યનો અર્થ પ્રગટ સ્પષ્ટ જ છે. ll૧૦૫all અવતરણિકા : હવે પોતાના દ્વારમાં જ (અર્થાત્ જ્ઞાન-ક્રિયાના પોત પોતાના દ્વારમાં જ) 25 શેષનયોનો સમાવેશ કરવા દ્વારા પ્રગટ કરાયેલો છે મહિમા જેઓનો (અર્થાત શેષ નયોનો સમાવેશ કરવા દ્વારા વધારવામાં આવ્યું છે મહત્ત્વ જે બે નયોનું એવા આ બે નયો) અને હમણાં જ બતાવેલી ગાથામાં રહેલ “તુ’ શબ્દવડે અવશ્ય કહેવા યોગ્ય તરીકે સ્થાપિત કરાયેલા એવા જ્ઞાન અને ક્રિયા નય કહેવાય છે. તેમાં જ્ઞાનનયની માન્યતા આ પ્રમાણે છે -- જ્ઞાન જ યુક્તિ-યુક્ત હોવાથી આ લોક અને પરલોકમાં ફળની પ્રાપ્તિ માટેનું પ્રધાન કારણ છે. કહ્યું છે કે ' ગાથાર્થ : ઉપાદેય અને અનુપાદેય એવા પદાર્થો જણાયા પછી (મોક્ષ માટે) પ્રયત્ન જ કરવા યોગ્ય છે. આ પ્રમાણેનો જે ઉપદેશ છે તે નય છે. 30

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418