Book Title: Avashyak Niryukti Part 04
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 326
________________ સામાયિકના કર્તા-કર્મ અને કરણ (નિ. ૧૦૩૫) ના ૩૧૭ पताका किं वा बलाकेत्येवं प्रतिनियतगुणिविषय इति, अभेदपक्षे तु संशयानुत्पत्तिरेव, गुणग्रहणत एव तस्यापि गृहीतत्वादित्यलं विस्तरेणेति गाथार्थः ॥१०३५॥ भाष्यकारदूषणानि त्वमूनि-"आया हु कारओ मे सामाइय कम्म करणमाआ य । तम्हा आया सामाइयं च परिणामओ एक्कं ॥१॥ जं णाणाइसहावं सामाइय जोगमाइकरणं च । उभयं च स परिणामो परिणामाणण्णया जं च ॥२॥ तेणाया सामइयं करणं च चसद्दओ अभिण्णाइं । णणु भणियमणण्णत्ते तण्णासे जीवणासोत्ति ॥३॥ 5 जइ तप्पज्जयनासो को दोसो होउ ? सव्वहा नत्थि । जं सो उप्पायव्वयधुवधम्माणंतपज्जाओ ॥४॥ હવે જો એકાંતે અભેદ માનો તો, સંશય જ થાય નહિ કારણ કે ગુણના ગ્રહણથી ગુણીનું પણ ગ્રહણ થઈ જાય, પણ એવું થતું નથી માટે એકાંતે અભેદ પણ મનાય નહિ. (આમ, આવા ચોક્કસ સંશયોરૂપ વ્યવહાર થતાં દેખાય છે માટે ગુણ-ગુણી વચ્ચે એટલે કે દ્રવ્ય-ગુણ-પર્યાયની વચ્ચે કંથચિત્ ભેદભેદની સિદ્ધિ થાય છે. તેનાથી આત્મા નિત્ય-અનિત્ય વિગેરે અનેક રૂપે સિદ્ધ 10 થાય છે. આ રીતે આત્માના નિત્યત્વ-અનિત્યત્વ વિગેરે અનેક પરિણામો સિદ્ધ થતાં પૂર્વે જે કહ્યું કે પરિણામ હોતે છતે આત્મા સામાયિક જ છે એ વાત સિદ્ધ થાય છે, કારણ કે સામાયિક એ આત્માનો જ એક પરિણામ છે. વળી, સામાયિકનો નાશ થતાં આત્માનો નાશ થવાની જે આપત્તિ આપી હતી તે પણ નહિ આવે કારણ કે સામાયિકરૂપ એક પરિણામ નાશ થવા છતાં આત્મા અનંતપર્યાયવાળો હોવાથી બીજા પર્યાયોવડે આત્મા સદા અવસ્થિત રહે જ છે.) વધુ વિસ્તારથી 15 સર્યું. I/૧૦૩૫ll ભાષ્યકારવડે અપાયેલા દૂષણો આ પ્રમાણે છે-“અમારા મતે આત્મા જ કારક છે, સામાયિક એ કર્મ છે અને કરણ પણ આત્મા જ છે. તેથી કર્તા, સામાયિક અને કરણ એ ત્રણે એક જ છે કારણ કે આ ત્રણે આત્મપરિણામરૂપ જ છે. તેના સામાયિક એ જ્ઞાનાદિ સ્વભાવરૂપ છે અને મન-વચન-કાયાનો યોગ = વ્યાપાર એ કરણ છે. આ સામાયિક અને કરણ બંને આત્માના પરિણામ 20 જ છે, કારણ કે પરિણામ એ પરિણામી એવા આત્મા સાથે અભેદરૂપે છે //રા તેથી આત્મા, સામાયિક અને “ચ' શબ્દથી કરણ આ ત્રણે પરસ્પર અભિન્ન છે. જો આ ત્રણે અભિન્ન માનશો તો, પૂર્વે કહ્યું કે સામાયિકના નાશમાં જીવનો નાશ થશે, તેનું શું? સમાધાન : સામાયિકપર્યાયરૂપે આત્માનો નાશ થાય તેમાં દોષ શું છે? સર્વથા આત્માનો 25 નાશ થતો નથી, કારણ કે તે આત્મા ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્ય સ્વભાવરૂપ અનંતપર્યાયવાળો છે. (એટલે એક પર્યાયનો નાશ થવા છતાં અન્ય પર્યાયે આત્માની વિદ્યમાનતા છે જ.) ૪ll. १७. आत्मैव कारको मे सामायिकं कर्म करणमात्मैव । तस्मादात्मैव सामायिकं च परिणामत ऐक्यम् ॥१॥ यस्माज्ज्ञानादिस्वभावं सामायिकं योगादि (कर्माह) करणं च । उभयं च स परिणामः परिणामानन्यता यच्च ॥२॥ तेनात्मा सामायिकं करणं च चशब्दतोऽभिन्नानि । ननु भणितमनन्यत्वे तन्नाशे 30 जीवनाश इति ॥३॥ यदि तत्पर्यायनाशः को दोषो भवतु ? सर्वथा नास्ति । यत्सः (आत्मा) उत्पादव्ययध्रौव्यधर्माऽनन्तपर्यायः ॥४॥

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418