________________
૩૪૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) . सामाइयं चोद्दसय पुव्वाणि मायाणि, माउगाओत्ति मूलं भणियंति होइ ॥ इहैव प्रायः सूत्रस्पर्शनियुक्तिवक्तव्यताया उक्तत्वात् मध्यग्रहणे च तुलादण्डन्यायेनाऽऽद्यन्तरयोरप्याक्षेपादिदमाह'सुत्तप्फासियणिज्जुत्तिवित्थरत्थो गओ एवं ति सूत्रस्पर्शनियुक्तिविस्तरार्थो गतः, 'एवम्' उक्तेन प्रकारेणेति गाथार्थः ॥१०४५॥ साम्प्रतं सूत्र एवातीतादिकालग्रहणं त्रिविधमुक्तमिति दर्शयन्नाह
सामाइयं करेमी पच्चक्खामी पडिक्कमामित्ति ।
पच्चुप्पन्नमणागयअईअकालाण गहणं तु ॥१०४६॥ व्याख्या : सामायिकं करोमि तथा प्रत्याख्यामि सावधं योगमिति, तथा प्रतिक्रमामीति प्राकृतस्य, इदं हि यथासङ्ख्यमेव प्रत्युत्पन्नानागतातीतकालानां ग्रहणमिति, उक्तं च-अंतीतं जिंदति 10 પકુપન્ન સંવતિ પતિ બૅવવાહિત્તિ થાર્થ. ૨૦ધા
સમાઈ ગયા છે. અહીં માતા એટલે મૂળ એવો અર્થ જાણવો. (અર્થાત્ સામાયિક અને ૧૪ પૂર્વોની આ આઠ માતાઓ=મૂળ છે. હવે મૂળમાં “સૂત્રસ્પર્શિકનિયુક્તિનો વિસ્તારાર્થ પૂર્ણ થયો એ પ્રમાણે સૂત્રસ્પર્શિકનિયુક્તિની પૂર્ણાહૂતિ ગ્રંથના અંતમાં કરવાને બદલે અહીં મધ્યમાં શા માટે કરી? તેનો
ખુલાસો કરતા કહે છે કે –) પ્રાયઃ અહીં જ સૂત્રસ્પર્શિકનિર્યુક્તિની વક્તવ્યતા કહેલી હોવાથી 15 અને મધ્યના ગ્રહણમાં તુલાદંડન્યાયે (અર્થાત્ ત્રાજવાને વચ્ચેથી પકડતા બંને છેડા હાથમાં આવી
જાય તેમ) આદ્ય-અંતનું પણ ગ્રહણ થઈ જતું હોવાથી મૂળમાં કહે છે કે – ઉપરોક્ત પ્રકારવડે સૂત્રસ્પર્શિકનિયુક્તિનો વિસ્તારાર્થ પૂર્ણ થયો. (આશય એ જ છે કે સામાયિકસૂત્ર સંબંધી સૂત્રસ્પર્શિકનિયુક્તિ મોટા ભાગની કહેવાઈ ગઈ. હવે જે શેષ બાકી છે તેના પછી સમાપન કરવું
જોઈએ છતાં મૂળમાં અહીં જ સમાપન કરેલું હોવાથી તુલાદંડન્યાયે આ સમાપનમાં હવે પછી 20 કહેવાતી સૂત્રસ્પર્શિકનિયુક્તિનું સમાપન પણ ભેગું સમજી લેવું.). /૧૦૪પી
અવતરણિકા : હવે સૂત્રમાં જ અતીતાદિ ત્રણ પ્રકારનાં કાળનું ગ્રહણ કર્યું છે, તે કેવી રીતે ? તે બતાવે છે કે
ગાથાર્થ : સામાયિકને કરું છું, (સાવઘયોગનું) પ્રત્યાખ્યાન કરું છું અને (પૂર્વે કરાયેલા સાવદ્યયોગોને) પ્રતિક્રમું છું. આ પ્રમાણે વર્તમાન, ભવિષ્ય અને ભૂતકાળનું ગ્રહણ (સૂત્રમાં) કર્યું છે. 25 ટીકાર્થ : સામાયિકને કરું છું, તથા સાવઘયોગોનું પ્રત્યાખ્યાન કરું છું, અને પૂર્વે કરાયેલ
સાવદ્યયોગોને પ્રતિક્રમુ છું =નિંદુ છું. આ ક્રમશ: વર્તમાન, ભવિષ્ય અને ભૂતકાળનું ગ્રહણ છે. (પ્રત્યાખ્યાન, પ્રતિક્રમણ વિગેરે શબ્દોથી તે તે કાળને ગ્રહણ કર્યા છે એવું શી રીતે જાણું ?). કહ્યું છે – “અતીત સાવદ્યયોગોને નિંદુ છું, વર્તમાન સાવદ્યયોગોનો સંવર કરું છું = તેનાથી
અટકું છું, ભવિષ્યના સાવદ્યયોગોનું પચ્ચખાણ કરું છું.” (આ ગાથા ઉપરથી જણાય છે કે તે 30 તે શબ્દોથી તે તે કાળ ગ્રહણ કર્યા છે.) / ૧૦૪૬ ||
२९. सामायिकं चतुर्दश च पूर्वाणि मातानि, मातर इति मूलं इति भणितं भवति । ३० अतीतं निन्दति प्रत्युत्पन्नं संवृणोति अनागतं प्रत्याख्याति ।