________________
10
૩૧૦
આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪)
सामं १ समं च २ सम्म ३ इग ४ मवि सामाइअस्स एगट्ठा । नामं ठवणा दविए भावंमि अ तेसि निक्खेवो ॥१०३० ॥
व्याख्या : इह सामं समं च सम्यक् 'इगमवि' देशीपदं क्वापि प्रवेशार्थे वर्तते, 5 सम्पूर्णशब्दावयवमेवाधिकृत्याऽऽह - सामायिकस्यैकार्थिकानि । अमीषां निक्षेपमुपदर्शयन्नाह - नामस्थापनाद्रव्येषु भावे च नामादिविषय इत्यर्थः, 'तेषां' सामप्रभृतीनां निक्षेपः कार्य इति गम्यते, स चायं - नामसाम स्थापनासाम द्रव्यसाम भावसाम च, एवं समसम्यक्पदयोरपि द्रष्टव्यः ॥ १०३०॥ तत्र नामस्थापने क्षुण्णे एव, द्रव्यसामप्रभृतींश्च प्रतिपादयन्नाह -
महुरपरिणाम सामं १ समं तुला २ संम खीरखंडजुई ३ । दोरे हारस्स चिई इग ४ मेआई तु दव्वंमि ॥१०३१॥ व्याख्या : इहौघतो मधुरपरिणामं द्रव्यं-शर्करादि द्रव्यसाम, समं 'तुला' इति भूतार्थालोचनायां વિનય માટે થાય છે. II૩૪૬૧-૬૬ા વધુ વિસ્તારવડે સર્યું.
અવતરણિકા : હવે ‘સામાયિક' દ્વારની વ્યાખ્યા કરવાની ઇચ્છાથી કહે છે
ગાથાર્થ : સામ,સમ, સમ્યક્ અને ઈક એ સામાયિકના સમાનાર્થી શબ્દો છે. આ ચારે શબ્દોના 15 નામ,સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર-ચાર નિક્ષેપા છે.
30
साम्प्रतं सामायिकद्वारव्याचिख्यासयाऽऽह—
ટીકાર્થ : (અહીં સામાયિકશબ્દ બે પદથી બનેલો છે. તેમાં પહેલું પદ ત્રણ પ્રકારે છે) સામ, સમ અને સમ્યગ્ (તથા બીજું પદ) ઈક છે જે દેશીપદ છે અને તે પ્રવેશ અર્થમાં કો'ક દેશમાં વપરાય છે. (સામ,સમ વિગેરે ટુકડા પડેલા શબ્દોની અપેક્ષાએ સામાયિકશબ્દ સંપૂર્ણ શબ્દ કહેવાય અને સામાયિકસૂત્રમાં સામાયિક એક અવયવ છે તેથી) સંપૂર્ણશબ્દાત્મક એવા આ અવયવને 20 આશ્રયીને હવે કહે છે કે - સમ વિગેરે ચારે શબ્દો સામાયિકના સમાનાર્થી શબ્દો છે. આ બધાના નિક્ષેપાઓને બતાડતા કહે છે– નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવને વિશે એટલે કે નામાદિવિષયક સામ વિગેરેનો નિક્ષેપ કરવા યોગ્ય છે, તે આ પ્રમાણે - નામસામ, સ્થાપનાસામ, દ્રવ્યસામ અને ભાવસામ, આ પ્રમાણે સમ અને સમ્યગ્ પદનો નિક્ષેપ પણ જાણવો. ૫૧૦૩૦
અવતરણિકા : તેમાં નામ અને સ્થાપના જણાઈ જાય એવું જ છે. તેથી દ્રવ્યસામ વિગેરેનું 25 પ્રતિપાદન કરતાં કહે છે
:
ગાથાર્થ : મધુરપરિણામવાળું જે હોય તે સામ કહેવાય, વજનકાંટો તે સમ, દૂધ અને સાકરનો સંયોગ એ સમ્યક્ કહેવાય અને દોરામાં હારનો પ્રવેશ એ ઈક કહેવાય. આ ઉદાહરણો દ્રવ્યવિષયક
જાણવા.
ટીકાર્થ : સામાન્યથી મધુરપરિણામવાળું સાકરાદિદ્રવ્ય એ દ્રવ્યસામ જાણવું. તથા સદ્ભૂત + ‘પ્રવેશાર્થે’—મુદ્રિત પ્રત્યનો = 1 * વેશીપતે ।