________________
કેવી રીતે સામાયિક પ્રાપ્ત થાય? (નિ. ૧૦૨૮-૨૯) શો ૩૦૫ करणस्यावसरः, पूर्वत्रानेका-तद्योतनाथ विन्यासः कृत इति विचित्रा सूत्रस्य कृतिरित्यलं विस्तरेण, દ્વારકા कथमिति द्वारमिदानी, तत्रेयं गाथा
कह सामाइअलंभो ? तस्सव्वविघाइदेसवाघाई । देसविघाईफड्डगअणंतवुड्डीविसुद्धस्स ॥१०२८॥
एवं ककारलंभो सेसाणवि एवमेव कमलंभो( दा०)। .. एअं तु भावकरणं करणे अ भए अजं भणिअं ॥१०२९॥ अस्या व्याख्या : 'कथं' केन प्रकारेण सामायिकलाभ इति प्रश्नः, अस्योत्तरं-तस्यसामायिकस्य सर्वविघातीनि देशविघातीनि च स्पर्द्धकानि भवन्ति, इह सामायिकावरणं-ज्ञानावरणं दर्शनावरणं मिथ्यात्वमोहनीयं च, अमीषां द्विविधानि स्पर्द्धकानि-देशघातीनि सर्वघातीनि च, तत्र 10 सर्वघातिषु सर्वेषूद्घातितेषु सत्सु देशघातिस्पर्द्धकानामप्यनन्तेषूद्घातितेष्वनन्तगुणवृद्ध्या प्रतिसमयं विशुद्धयमानः शुभशुभतरपरिणामो भावतः ककारं लभते, तदनन्तगुणवृद्ध्यैव प्रतिसमयं विशुद्धयमानः सन् रेफमित्येवं शेषाण्यपि, अत एवाऽऽह-देशघातिस्पर्द्धकानन्तवृद्धया विशुद्धस्य सतः, किं ? - 'एव'मित्यादि पूर्वार्द्ध गतार्थम्, आह-उपक्रमद्वारेऽभिहितमेतत्-क्षयोपशमात् जायते, पुनश्चोपोद्घातेऽभिहितमेतत् कथं लभ्यत इति तत्रोक्तम्, इह किमर्थं प्रश्न इति पुनरुक्तता, उच्यते, 15 નિરૂપણ થાય અન્યનું નહિ એવો એકાંત નથી એવું જણાવવા) પૂર્વે અવસર ન હોવા છતાં ઉપન્યાસ કર્યો હતો કારણ કે સૂત્રની રચના વિચિત્ર હોય છે. વધુ વિસ્તારથી સર્યું.
અવતરણિકા : હવે “ર્થ’ દ્વારનું નિરૂપણ કરે છે. તેમાં આ ગાથા છે ? ગાથાર્થ : બંને ગાથાઓનો અર્થ ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ : કેવી રીતે સામાયિકની પ્રાપ્તિ થાય છે ? એ પ્રશ્ન છે. તેનો ઉત્તર - સામાયિકના 20 સર્વઘાતી અને દેશઘાતી રૂદ્ધકો છે. તે આ પ્રમાણે કે – સામાયિકનું આવરણ કરનાર કર્મો ત્રણ પ્રકારના છે – જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને મોહનીય. આ ત્રણે કર્મોના બે પ્રકારે પદ્ધકો છે - દેશઘાતી અને સર્વઘાતી. તેમાં સર્વઘાતી એવા સર્વ સ્પર્ધ્વકોનો નાશ થાય અને દેશઘાતીમાંથી પણ અનંત પદ્ધકોનો નાશ થઈ પ્રતિસમયે અનંતગુણ વૃદ્ધિવડે વિશુદ્ધિને પામતો = શુભશુભતરપરિણામને પામતો જીવ ભાવથી કરેમિ ભંતે !.સૂત્રના) કકારને પામે છે. ત્યારપછી 25 અનંતગુણવૃદ્ધિવડે જ પ્રતિસમયે વિશુદ્ધિને પામતો જીવ રેફને = રેકારને પામે છે. આ જ પ્રમાણે શેષ અક્ષરોને પણ પામે છે. માટે જ મૂળમાં કહ્યું છે કે – દેશઘાતી રૂદ્ધકોના પણ અનંત સ્પદ્ધકોનો નાશ થતાં અનંતગુણવૃદ્ધિવડે વિશુદ્ધિને પામતાં જીવને શું? તે કહે છે - આ પ્રમાણે = કહેવાયેલ પ્રકારવડે કકારનો લાભ થાય છે અને એ જ પ્રમાણે શેષ અક્ષરોનો પણ ક્રમશઃ લાભ થાય છે.
શંકા : પૂર્વે ઉપક્રમદ્વારમાં તમે કહ્યું હતું કે ક્ષયોપશમથી સામાયિકની પ્રાપ્તિ થાય છે. ફરી 30 ઉપોદ્ધાતમાં પણ કેવી રીતે પ્રાપ્ત થાય છે ? તે પ્રશ્નના ઉત્તરમાં આ જ વાત કરી અને અહીં પણ આ જ પ્રશ્ન તમે શા માટે કર્યો ? શું આ પુનરુક્ત દોષ નથી ?