________________
10
કર્મસિદ્ધનું દૃષ્ટાન્ત (નિ. ૯૨૮-૯૨૯) જો ૧૦૭ ___अवयवार्थं तु प्रतिद्वारमेव वक्ष्यति, तत्र नामस्थापनासिद्धौ सुखावसेयौ, द्रव्यसिद्धो निष्पन्न ओदनः सिद्ध इत्युच्यते, साम्प्रतं कर्मसिद्धादिव्याचिख्यासया कर्मादिस्वरूपमेव प्रतिपादयन्नाह
कम्मं जमणायरिओवएसयं सिप्पमन्नहाऽभिहिअं।
किसिवाणिज्जाईयं घडलोहाराइभेअं च ॥९२८॥ व्याख्या : इह कर्म यदनाचार्योपदेशजं सातिशयमनन्यसाधारणं गृह्यते, 'शिल्पम्' 5 अन्यथाऽभिहितमिति, कोऽर्थः ?-इह यदाचार्योपदेशजं ग्रन्थनिबन्धाद्वोपजायते सातिशयं कर्मापि तच्छिल्पमुच्यते, तत्र भारवहनकृषिवाणिज्यादि कर्म घटकारलोहकारादिभेदं च शिल्पमिति गाथार्थः l૨૨૮ साम्प्रतं कर्मसिद्धं सोदाहरणमभिधित्सुराह
जो सव्वकम्मकुसलो जो वा जत्थ सुपरिनिट्ठिओ होइ ।
सज्झगिरि सिद्धओविव स कम्मसिद्धत्ति विन्नेओ ॥९२९॥ व्याख्या : 'यः' कश्चित् सर्वकर्मकुशलो यो वा 'यत्र' कर्मणि सुपरिनिष्ठितो भवत्येकस्मिन्नपि सह्यगिरिसिद्धक इव स कर्मसिद्ध इति विज्ञेयः, कर्मसिद्धो ज्ञातव्य इति गाथाक्षरार्थः ॥९२९॥
અવતરણિકા વિસ્તારાર્થ તો દરેક દ્વારમાં જ કહેશે. તેમાં નામસિદ્ધ અને સ્થાપનાસિદ્ધ સુખેથી જણાઈ જાય છે. દ્રવ્યસિદ્ધ તરીકે રાંધેલા ભાત જાણવા, કારણ કે (લોકમાં રાંધેલા ભાત) 15 સિદ્ધ તરીકે કહેવાય છે. હવે કર્મસિદ્ધાદિની વ્યાખ્યા કરવાની ઇચ્છાથી કર્માદિનું સ્વરૂપ જ પ્રતિપાદન કરતા નિર્યુક્તિકારશ્રી કહે છે
ગાથાર્થ : ટીકાર્થ ઉપરથી જાણી લેવો.
ટીકાર્થ : અહીં જે આચાર્યના ઉપદેશ વિના ઉત્પન્ન થયેલું હોય, અતિશયથી યુક્ત હોય અને અનન્યસાધારણ હોય એટલે કે અન્યમાં જે ન હોય તે કર્મ' શબ્દથી ગ્રહણ કરાય છે. શિલ્પ 20 એ અન્યથા કહેવાયેલું છે, અર્થાત્ જે આચાર્યના ઉપદેશથી ઉત્પન્ન થયેલું હોય અથવા ગ્રંથના આધારે ઉત્પન્ન થયેલું હોય, એવું અતિશયથી યુક્ત કર્મ પણ શિલ્પ કહેવાય છે. તેમાં ભારને વહન કરવું, ખેતી કરવી, વેપાર કરવો વિગેરે કર્મ જાણવા અને કુંભાર, લુહાર વિગેરે (કળા)નાં ભેદવાળું શિલ્પ જાણવું. ૧૯૨૮
અવતરણિકા : હવે ઉદાહરણ સહિત કર્મસિદ્ધને કહેવાની ઇચ્છાવાળા નિર્યુક્તિકારશ્રી 25 કહે છે કે - ગાથાર્થ જે સર્વકર્મોમાં કુશલ છે અથવા જે જેમાં અત્યંત નિપુણ છે, તે સધ્ધગિરિસિદ્ધકની જેમ કર્મસિદ્ધ જાણવા યોગ્ય છે.
ટીકાર્થ ? જે કોઈ વ્યક્તિ સર્વ કાર્યોમાં કુશલ છે અથવા જે વ્યક્તિ એક એવા પણ જે કાર્યમાં અત્યંત નિપુણ છે. તે સધ્ધગિરિસિદ્ધકની જેમ કર્મસિદ્ધ જાણવા યોગ્ય છે. એ પ્રમાણે ગાથાનો 30 અક્ષરાર્થ કહ્યો. ૯૨૯ો ભાવાર્થ કથાનકથી જાણવા યોગ્ય છે તે કથાનક આ પ્રમાણે છે.