________________
આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪)
व्याख्या : भावश्रुतशब्दकरणे 'अधिकारः' अवतारो भवति कर्तव्यः श्रुतसामायिकस्य, न तु चारित्रसामायिकस्य, तस्य अन्ते यथासम्भवाभिधानाद्, इह च भावश्रुतं सामायिकोपयोग एव, शब्दकरणमप्यत्र तच्छब्दविशिष्टः श्रुतभाव एव विवक्षितो न तु द्रव्यश्रुतमिति, तत्र वस्तुतोऽस्यानवतारात् तथा 'नो श्रुतकरण 'मिति नोश्रुतकरणमधिकृत्य 'गुणजुंजणे यत्ति गुणकरणे. 5 योजनाकरणे च यथासम्भवं भवति अधिकार इति गम्यते, तत्र यथासम्भवमिति गुणकरणे चारित्रसामायिक-स्यावतारः, तपः संयमगुणात्मकत्वाच्चारित्रस्य, योजनाकरणे च मनोवाग्योजनायां सत्यासत्यामृषाद्वये द्वयस्यापि भावनीयः, काययोजनायामपि द्वयस्याद्यैस्य चेति गाथार्थः ॥१०२६॥ साम्प्रतं सामायिककरणमेवाव्युत्पन्नविनेयवर्गव्युत्पादनार्थं सप्तभिरनुयोगद्वारैः कृताकृतादिभिः निरूपयन्नाह—
૨૮૮
10
:
ટીકાર્થ : ભાવશ્રુત અને શબ્દકરણમાં (ટીકામાં સમાહારદ્વન્દ્વ સમાસ હોવાથી સપ્તમી એકવચન કરેલ છે.) શ્રુતસામાયિકનો સમાવેશ કરવા યોગ્ય છે, ચારિત્રસામાયિકનો નહિ કારણ કે તેનું અંતમાં = આ શ્લોકના પશ્ચાર્ધમાં યથાસંભવ કથન કરેલ છે (અર્થાત્ ચારિત્રસામાયિકનો જ્યાં જેવી રીતે અવતાર સંભવે છે તે રીતે અંતમાં જણાવેલું છે.) ભાવશ્રુત અને શબ્દકરણમાં શ્રુતસામાયિકનો સમાવેશ કહ્યો. તેમાં સામાયિકનો ઉપયોગ એ જ ભાવશ્રુત જાણવું. તથા 15 સામાયિકને કહેનારા રેમિ ભંતે ! સામાયિનં......ઈત્યાદિ જે શબ્દો છે તેનાથી યુક્ત એવો શ્રુતભાવ જ શબ્દકરણ તરીકે જાણવો, પણ દ્રવ્યશ્રુત નહિ કારણ કે વસ્તુતઃ તેનો સમાવેશ થતો જ નથી. (ટૂંકમાં માત્ર આંતરિક જલ્પાકારરૂપ ભાવશ્રુતમાં અને બહારથી શબ્દોચ્ચારણસહિતના આંતરિક જલ્પાકારરૂપ ભાવશ્રુતમાં શ્રુતસામાયિકનો સમાવેશ થાય છે.)
તથા નોશ્રુતકરણને આશ્રયીને વિચારીએ તો ગુણકરણ અને યોજનાકરણમાં યથાસંભવ થાય 20 છે. (શું થાય છે ? તે કહે છે કે) અધિકાર = અવતાર થાય છે. (અર્થાત્ ગુણકરણ અને યોજનાકરણ આ બેમાં યથાસંભવ શ્રુત/ચારિત્રસામાયિકનો સમાવેશ થાય છે.) ‘યથાસંભવ’ જે કહ્યું તે જ બતાવે છે કે – ચારિત્ર તપ-સંયમરૂપ ગુણાત્મક હોવાથી ચારિત્રસામાયિકનો ગુણકરણમાં અને યોજનાકરણના મનોવાગ્યોજનાના સત્ય અને અસત્યમૃષારૂપ બે પ્રકારમાં બંને સામાયિકોનો સમાવેશ થાય છે. તથા કાયયોજનાકરણમાં ઔદારિકકાયયોગમાં ભાંગાઓવાળું શ્રુતસામાયિક (અર્થાત્ છઠ્ઠા કર્મગ્રંથ 25 જેવું શ્રુત, કારણ કે તેમાં ગણવા માટે આંગળી વિગેરેનો ઉપયોગ થાય) અને પડિલેહણાદિરૂપ ચારિત્રસામાયિકનો સમાવેશ થાય છે. પરંતુ સાવઘયોગની નિવૃત્તિરૂપ જીવનો પરિણામ ચારિત્ર તરીકે લઈએ તો કાયયોજનાકરણમાં માત્ર પ્રથમ શ્રુત- સામાયિકનો જ સમાવેશ થશે, ચારિત્રસામાયિકનો નહિ ||૧૦૨૬
અવતરણિકા : હવે શાસ્ત્રાભ્યાસ દ્વારા અસંસ્કૃતમતિવાળા શિષ્યવર્ગને સંસ્કૃતમતિવાળા કરવા 30 માટે કૃતાકૃતાદિ સાત અનુયોગદ્વારોવડે સામાયિકકરણનું જ નિરૂપણ કરતા ગ્રંથકારશ્રી કહે છે → * તત્વનું મુદ્રિતે નાસ્તિ / + અધિરમિતિ મુદ્રિત । શ્વસ્થવેતિ-મુદ્રિત્તે ।
*