________________
વૈનયિકીબુદ્ધિનું સ્વરૂપ અને તેના દૃષ્ટાન્તો (નિ. ૯૪૪)
૧૫૧
त्रयो वर्गाः त्रिवर्गमिति लोकरूढेर्धर्मार्थकामाः, तदर्जनपरोपायप्रतिपादननिबन्धनं सूत्रं तदन्वाख्यानं तदर्थः पेयालं-प्रमाणं सारः, त्रिवर्गसूत्रार्थयोर्गृहीतं प्रमाणं सारो यया सा तथाविधा, अथवा त्रिवर्गः- त्रैलोक्यम् ॥ आह - नन्द्यध्ययनेऽश्रुतनिसृताऽऽभिनिबोधिकाधिकारे औत्पत्तिक्यादिबुद्धिचतुष्टयोपन्यासः, त्रिवर्गसूत्रार्थगृहीतसारत्वे च सत्यश्रुतनिःसृतत्वमुक्तं विरुध्यत इति, न हि श्रुताभ्यासमन्तरेण त्रिवर्गसूत्रार्थगृहीतसारत्वं सम्भवति, अत्रोच्यते, इह प्रायोवृत्तिमङ्गीकृत्या- 5 श्रुतनिसृतत्वमुक्तम्, अतः स्वल्पश्रुतनिसृतभावेऽप्यदोष इति । 'उभयलोकफलवती' ऐहिकामुष्मिकफलवती 'विनयसमुत्था' विनयोद्भवा भवति बुद्धिरिति गाथार्थः ॥
अस्या एव विनेयजनानुग्रहार्थमुदाहरणैः स्वरूपमुपदर्शयन्नाह -
निमित्ते १ अत्थसत्थे २ अ लेहे ३ गणिए अ ४ कूव ५ अस्से अ६ । गद्दह ७ लक्खण ८ गंठी ९ अगए १० गणिआ य रहिओ अ ११ ॥९४४ ॥ (અર્થાત્ આવું અતિભારે કાર્ય એ ભાર શબ્દથી જાણવું.) તેવા કાર્યને પાર પાડવામાં સમર્થ, ત્રણ એવા જે વર્ગો તે ત્રિવર્ગ, અહીં લોકમાં રૂઢ હોવાથી ધર્મ-અર્થ અને કામ એ ત્રિવર્ગ તરીકે જાણવા. ત્રિવર્ગને મેળવવામાં તત્પર એવા ઉપાયોના પ્રતિપાદનનું કારણ (એટલે કે પ્રતિપાદન કરનાર) એવું જે સૂત્ર, અને તે સૂત્રની જે વ્યાખ્યા તે સૂત્રાર્થ, તથા પેયાલ એટલે પ્રમાણ અર્થાત્ સાર. તેથી ત્રિવર્ગના ઉપાયોનું પ્રતિપાદન કરનારા એવા સૂત્ર અને અર્થોનો સાર (રહસ્ય) જેનાવડે 15 ગ્રહણ કરાય છે તે ત્રિવર્ગસૂત્રાર્થગૃહીતસાર એવી બુદ્ધિ.
અથવા ત્રિવર્ગ એટલે ત્રૈલોક્ય. (ત્રૈલોક્યને જીતવાના ઉપાયો જણાવનાર સૂત્ર અને અર્થનો સાર જેનાવડે ગ્રહણ કરાય તે.)
10
શંકા : નંદી અધ્યયનમાં અશ્રુતનિકૃત એવા અભિનિબોધિકના અવસરે ઔત્પત્તિકી વિગેરે ચાર બુદ્ધિનો ઉપન્યાસ કર્યો છે. (તેથી જણાય છે કે ઔત્પત્તિકી વિગેરે ચારે બુદ્ધિ શ્રુતને આશ્રયીને 20 ઉત્પન્ન થતી નથી. જ્યારે) તમે અહીં વૈનયિકી બુદ્ધિને ‘ત્રિવર્ગસૂત્રાર્થગૃહીતસાર’ વિશેષણ લગાવ્યું છે. તો આ બુદ્ધિ અશ્રુતનિઃસૃત છે એવું તમે જે પૂર્વે કહ્યું તેની સાથે વિરોધ આવશે, કારણ કે શ્રુતના અભ્યાસ વિના તે બુદ્ધિનું ત્રિવર્ગસૂત્રાર્થગૃહીતસારપણું સંભવી શકતું નથી.
સમાધાન : અહીં પ્રાયઃ કરીને તે બુદ્ધિ અશ્રુતનિકૃત કહેવાઇ છે. (અર્થાત્ પ્રાયઃ કરીને આ બુદ્ધિ શ્રુત વિના જ ઉત્પન્ન થાય છે.) તેથી સ્વલ્પ અંશમાં તે શ્રુતનિકૃત હોય તો પણ કોઈ 25 દોષ નથી. વળી, આ બુદ્ધિ ઇહલોક અને પરલોકમાં ફળ આપનારી અને વિનયથી ઉત્પન્ન થનારી છે. ૧૯૪૩॥
અવતરણિકા : શિષ્ય ઉપર ઉપકાર કરવા માટે આ જ બુદ્ધિના સ્વરૂપને દેખાડતા નિર્યુક્તિકારશ્રી
કહે છે
ગાથાર્થ : (૧) નિમિત્ત, (૨) અર્થશાસ્ત્ર, (૩) લેખ, (૪) ગણિત, (૫) કૂવો, (૬) અશ્વ, 30 (૭) ગધેડો, (૮) લક્ષણ, (૯) ગ્રંથી, (૧૦) ઔષધ, (૧૧) ગણિકા અને રથિક.