________________
૨૩૦ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) सुगमौ, द्रव्याचार्यमागमनोआगमादिभेदं प्रायः सर्वत्र तुल्यविचारत्वादनादृत्य ज्ञशरीरादिव्यतिरिक्तं द्रव्याचार्यमभिधातुकाम आह-दव्वमी'त्यादि 'द्रव्य' इति द्रव्याचार्यः, एकभविकादिः' एकभविकः बद्धायुष्कः अभिमुखनामगोत्रश्चेति, अथवा आदिशब्दाद्रव्यभूत आचार्य द्रव्याचार्यः, भूतशब्द
उपमावाची, द्रव्यनिमित्तं वा य आचारवानित्यादि, भावाचार्यः-लौकिको लोकोत्तरश्च, तत्र 5 लौकिक: शिल्पशास्त्रादिः. तत्परिज्ञानात तदभेदोपचारेणैवमुच्यते, अन्यथा शिल्पादिग्राहको गाते, अन्ये त्वेवं भेदमकृत्वौघत एवैनमपि द्रव्याचार्यं व्याचक्षत इति गाथार्थः ॥९९३॥ अधुना लोकोत्तरान् भावाचार्यान् प्रतिपादयन्नाह
पंचविहं आयारं आयरमाणा तहा पभासंता ।
आयारं दंसंता आयरिया तेण वुच्चंति ॥९९४॥ 10 व्याख्या : 'पञ्चविधं' पञ्चप्रकारं-ज्ञानदर्शनचारित्रतपोवीर्यभेदात्, “आचार मिति आङ्
આચાર્ય છે. તેમાં નામ અને સ્થાપનાચાર્ય સુગમ છે. તથા આગમ અને નો-આગમાદિભેદવાળા દ્રવ્યાચાર્ય પ્રાયઃ સર્વસ્થાને એક સરખી નિરૂપણાવાળા હોવાથી (અર્થાત્ આગમથી દ્રવ્યાવશ્યક વિગેરેમાં જે રીતે વ્યાખ્યા કરી તે રીતે અહીં પણ આગમથી દ્રવ્યાચાર્ય વિગેરેની વ્યાખ્યા જાણવી. માત્ર અહીં દ્રવ્યાવશ્યક શબ્દને બદલે દ્રવ્યાચાર્ય શબ્દ જોડવો.) આગમથી દ્રવ્યાચાર્ય વિગેરેને છોડીને જ્ઞશરીરાદિથી 15 વ્યતિરિક્ત દ્રવ્યાચાર્ય કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે –
જ્ઞશરીર અને ભવ્યશરીરથી વ્યતિરિક્ત દ્રવ્યાચાર્ય તરીકે એકભવિક, બદ્ધાયુષ્ક અને અભિમુખનામગોત્ર (આ ત્રણેની વ્યાખ્યા પ્રથમ ભાગમાંથી જાણી લેવી.) જાણવા, અથવા “એકભવિકાદિ’ અહીં જે આદિ શબ્દ છે, તેનાથી દ્રવ્યભૂત એવા આચાર્ય ગ્રહણ કરવા (અર્થાત્ લોકોત્તરશાસનને
પામેલા એવા પણ કોઇ આચાર્ય વિશિષ્ટધર્મકથાદિ આચાર્યના વિશિષ્ટ કાર્યો કરવામાં અસમર્થ દેખાય 20 ત્યારે જગતમાં લોકો આ રીતે બોલતા દેખાય છે કે આ દ્રવ્યભૂત આચાર્ય છે અર્થાતુ માત્ર નામના
આચાર્ય છે. આવા આચાર્ય આદિશબ્દથી જાણવા.) અહીં ભૂત શબ્દ ઉપમાવાચી જાણવો. અથવા ધનાદિ દ્રવ્ય માટે જે આચાર પાળતો હોય તે દ્રવ્યાચાર્ય વિગેરે (આદિ શબ્દથી) લેવા.
ભાવાચાર્ય લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકારે જાણવા. તેમાં શિલ્પશાસ્ત્રાદિ લૌકિક ભાવાચાર્ય જાણવા. અહીં જો કે શિલ્પશાસ્ત્રાદિને જાણનારાને ભાવાચાર્ય કહેવા જોઈએ છતાં જ્ઞાન અને જ્ઞાનીનો 25 અભેદ ઉપચાર કરવાથી શિલ્પશાસ્ત્રાદિને ભાવાચાર્ય કહ્યા છે. જો આ રીતે ઉપચાર કરવો ન હોય તો શિષ્યાદિને શિલ્પ ગ્રહણ કરાવતા એવા આચાર્ય અહીં ગ્રહણ કરવા. કેટલાકો આ "પ્રમાણે એટલે કે લૌકિક લોકોત્તર ભેદ કર્યા વિના સામાન્યથી લૌકિક એવા પણ ભાવાચાર્યને દ્રવ્યાચાર્ય તરીકે કહે છે. ll૯૯૭ll
અવતરણિકા : હવે લોકોત્તર એવા ભાવાચાર્યનું પ્રતિપાદ કરતા કહે છે કે 30 ગાથાર્થ જે કારણથી પાંચ પ્રકારના આચારોનું પાલન અને પ્રરૂપણા કરે છે, અને અન્ય જીવોને) આચારનું દર્શન કરાવે છે તે કારણથી તેઓ આચાર્ય કહેવાય છે.
ટીકાર્થ : જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ અને વીર્ય એમ પાંચ પ્રકારના આચારોનું પાલન કરતા),