________________
બીજી રીતે ચારપ્રકારના કરણ (ભા. ૧૭૪)
૨૭૫
વ્યાવ્યા : અથવાશબ્દઃ પ્રજારાન્તરપ્રવર્શનાર્થ:, ‘સાત' કૃતિ સંસ્કૃાતરાં, ‘સાતનું ચ’ शातनकरणं च 'उभयं' सङ्घातशातनकरणं 'तथोभयनिषेध' इति सङ्घातपरिशाटशून्यम् । अमीषामेवोदाहरणानि दर्शयन्नाह - पटः शङ्खः शकटं स्थूणा, 'जीवप्रयोग' इति जीवप्रयोगकरणे तत्कायव्यापरमाश्रित्य यथासङ्ख्यमेतान्युदाहरणानि समवसेयानि, तथाहि - पटस्तन्तुसङ्घातात्मकत्वात् सङ्घातकरणं शङ्खस्त्वेकान्तसाटकरणादेव शाटकरणं शकटं तक्षणकीलिकादियोगादुभयकरणं स्थूणा 5 पुनरूर्ध्वतिर्यक्करणयोगात् संघातशाटविरहादुभयशून्या इति गाथार्थः ॥ उक्तं जीवप्रयोगकरणम्, आह——जं जं निज्जीवाणं कीरड़ जीवप्पओगओ तं तं' इत्यादिनाऽस्याजीवकरणतैव युक्तियुक्तेति, अत्रोच्यते, न, अभिप्रायापरिज्ञानाद्, इहादावेवाथवाशब्दप्रयोगतः प्रकारान्तरमात्रप्रदर्शनार्थमेतदुक्तं, ततश्चात्र व्युत्पत्तिभेदमात्रमा श्रीयते, जीवप्रयोगात् करणं जीवप्रयोगकरणमिति, ज्यायांश्चान्वर्थ इत्यलं प्रसङ्गेन ॥
10
ટીકાર્થ : ‘અથવા’ શબ્દ અન્ય પ્રકા૨ને બતાવવા માટે છે. સંઘાત એટલે સંઘાતકરણ, શાટન એટલે શાટનકરણ, ઉભય એટલે સંઘાત-પરિશાટ ઉભયકરણ તથા ઉભયનિષેધ એટલે સંઘાતપરિશાટશૂન્ય. આ ચારે કરણોના જ ઉદાહરણો બતાવતા કહે છે - પટ, શંખ,શકટ અને થાંભલો. આ પ્રમાણે જીવપ્રયોગ કરણમાં એટલે કે જીવના કાયવ્યાપારને આશ્રયીને ક્રમશઃ આ ચાર ઉદાહરણો જાણવા. તે આ પ્રમાણે વસ્ત્ર એ તંતુઓનો સંઘાતરૂપ (સમૂહરૂપ) હોવાથી સંઘાતકરણ છે. શંખ 15 એકાન્તે શાટકરણથી જ (અર્થાત્ શંખને વિશિષ્ટ આકાર આપવા માટે તેમાંથી માત્ર પુદ્ગલોને દૂર કરવા દ્વારા માત્ર તેમાં શાટકરણ જ થાય છે અને આ રીતે શાટકરણ કરવા દ્વારા તે શંખ) બનતો હોવાથી તે શાટકરણનું ઉદાહરણ છે.
ગાડામાં અમુક સ્થાનેથી છીણવાનું હોય તો, અમુક સ્થાને ખીલી વિગેરે જોડવાનું હોવાથી તે ઉભયકરણનું દૃષ્ટાન્ત છે. થાંભલો (આડો પડ્યો હોય તો) ઊભો કરવાનો હોય (કે ઊભો 20 હોય તો) આડો કરવાનો હોવાથી તેમાં સંઘાત - પરિશાટ ન હોવાથી તે ઉભયથી શૂન્ય છે. જીવપ્રયોગકરણ કહ્યું.
શંકા : ‘નં નં નિમ્નીવાળ...' ઈત્યાદિ ગાથા પ્રમાણે તો આ કરણ અજીવકરણ તરીકે હોવું એ જ યુક્તિયુક્ત છે. તો શા માટે તમે આને જીવપ્રયોગકરણ કહો છો ?
સમાધાન ઃ તમને અભિપ્રાયનું જ્ઞાન ન હોવાથી તમારી વાત યોગ્ય નથી. અહીં શરૂઆતમાં 25 જં ‘અથવા' શબ્દના પ્રયોગવડે અમે જણાવી દીધું છે કે ‘આ બીજી પદ્ધતિથી કરણો જાણવા.' તેથી અહીં વ્યુત્પત્તિભેદમાત્ર જ સ્વીકાર કરાયેલો છે. (અર્થાત્ પૂર્વે અજીવને વિશે જે કરણ તે અજીવકરણ એ પ્રમાણે સપ્તમીતત્પુરુષ સમાસ કરેલો હતો, જ્યારે અહીં) જીવપ્રયોગથી જે કરણ તે જીવપ્રયોગકરણ એ પ્રમાણે પંચમીતત્પુરુષ સમાસ કરેલો છે. માત્ર આટલો જ ભેદ છે. તેનું કારણ એ છે કે - ‘અન્વર્થ (વ્યુત્પત્તિ અર્થ) એ મહાન છે.' (ટૂંકમાં અન્વર્થને આશ્રયીને જુદી 30 જુદી રીતે કથન કરવામાં કોઈ દોષ હોતો નથી.) વધુ ચર્ચાથી સર્યું. ૫૧૭૪॥