________________
૨૩૮ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪)
इत्येवमादिरनन्तशो विस्तरः, यतश्चैवमत आह-पक्षद्वयमप्यङ्गीकृत्य पञ्चविधः - पञ्चप्रकारो न युज्यते यस्मान्नमस्कार इति गाथार्थः ॥१००६॥
गतमाक्षेपद्वारम्, अधुना प्रसिद्धिद्वारावयवार्थ उच्यते - तत्र यत्तावदुक्तं 'न संक्षेप' इति, तन्न, संक्षेपात्मकत्वात्, ननु स कारणवशात् कृतार्थाकृतार्थपरिग्रहेण सिद्धसाधुमात्रक एवोक्तः, 5 सत्यमुक्तोऽयुक्तस्त्वसौ, कारणान्तरस्यापि भावात्, तच्चोक्तमेव, अथवा वक्ष्यामः 'हेतुनिमित्त ' मित्यादिना, सति च द्वैविध्ये सकलगुणनमस्कारासम्भवादेकपक्षस्य व्यभिचारित्वात्, तथा चाऽऽह— अरहंताई निअमा साहू साहू अ तेसु भइअव्वा ।
तम्हा पंचविहो खलु हेउनिमित्तं हवइ सिद्धो ॥१००७॥
व्याख्या : इहार्हदादयो नियमात् साधवः, तद्गुणानामपि तत्र भावात्, साधवस्तु 'तेषु' 10 નથી.) જે કારણથી આ પ્રમાણે છે અર્થાત્ સંક્ષેપથી કે વિસ્તારથી બંને રીતે ઘટતો નથી તેથી આ બંને પક્ષને આશ્રયીને વિચારતા તમે કરેલો પાંચ પ્રકારનો નમસ્કાર યોગ્ય નથી. ૧૦૦૬
અવતરણિકા : આક્ષેપ (પ્રશ્ન) દ્વાર પૂર્ણ થયું. હવે પ્રસિદ્ધિ (ઉત્તર) દ્વારનો વિસ્તારાર્થ કહેવાય તેમાં પૂર્વપક્ષે જે કહ્યું કે આ નમસ્કાર સંક્ષેપરૂપ નથી, એ વાત યોગ્ય નથી, કારણ કે તે પાંચ પ્રકારનો નમસ્કાર સંક્ષેપરૂપ જ છે.
15
શંકા : સંક્ષેપાત્મક નમસ્કાર કારણવશથી કૃતાર્થ અને અકૃતાર્થને આશ્રયી માત્ર સિદ્ધ અને સાધુને જ કરવામાં આવે છે. (આશય એ છે કે સામેવાળામાં રહેલ ગુણો એ સામેવાળાને નમસ્કાર કરવામાં કારણ બને છે. આમ, ગુણાત્મક કારણના વશથી નમસ્કાર થાય છે, અને સંક્ષેપથી નમસ્કાર બે પ્રકારનો જ કહ્યો છે. તેથી સંક્ષેપાત્મક નમસ્કાર એ ગુણાત્મક કારણના વશથી સિદ્ધમાં રહેલ કૃતાર્થત્વ અને સંસારસ્થ અરિહંત, આચાર્યાદિમાં રહેલ અકૃતાર્થત્વને આશ્રયી 20 માત્ર સિદ્ધ અને સાધુને જ કહેલો છે.)
સમાધાન : સાચી વાત છે કે સંક્ષેપાત્મક નમસ્કાર સિદ્ધ-સાધુમાત્ર જ કહેવાયેલો છે. પરંતુ સિદ્ધ-સાધુમાત્રને નમસ્કાર એ અયુક્ત છે કારણ કે અન્ય કારણો પણ છે, જે પૂર્વે વસ્તુદ્વારમાં કહ્યા જ છે. (અર્થાત્ અરિહંતાદિને નમસ્કાર કરવાના કારણો પૂર્વે કહ્યાં જ છે.) અથવા ‘હેતુનિમિત્તે’ એમ અમે આગળ કહેવાના જ છીએ. (આમ, અન્ય કારણો પણ હોવાથી અરિહંતાદિને કરેલો 25 પંચવિધ નમસ્કાર જ યુક્ત છે, નહિ કે દ્વિવિધનમસ્કાર.) જો બે પ્રકારનો નમસ્કાર કરવામાં આવે તો સકલગુણોને (અરિહંત—આચાર્યાદિમાં રહેલ ગુણોને) નમસ્કાર ન થાય કારણ કે એક પક્ષ વ્યભિચાર છે. તે આ રીતે
—
-
ગાથાર્થ : અરિહંતાદિ નિયમથી સાધુ છે અને સાધુઓ અરિહંતાદિમાં ભજનીય છે. તેથી હેતુ-નિમિત્તે પંચવિધ નમસ્કાર સિદ્ધ થાય છે.
30
ટીકાર્થ : અહીં (અરિહંતો અને સાધુઓ એમ બે પક્ષ છે તેમાં) અરિહંતાદિ નિયમથી સાધુઓ છે જ કારણ કે સાધુના બધાં ગુણો અરિહંતાદિમાં રહેલા છે. (આમ, જેટલા અરિહંતાદિ છે તે બધાં સાધુઓ હોવાથી આ પક્ષ વ્યભિચારી નથી.) જ્યારે જે સાધુઓ છે તેઓ અરિહંતાદિમાં