________________
આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪)
व्याख्या : नन्दिश्चानुयोगद्वाराणि चेत्येकवद्भावाद् नन्दिअनुयोगद्वारं, 'विधिवद्' यथावद् ‘પોદ્ઘાત ' મે હત્યાવિજ્ઞક્ષનું ‘જ્ઞાત્વા' વિજ્ઞાય, મળિÒતિ વા પાાન્તાં, તથા વા ‘पञ्चमङ्गलानि' नमस्कारमित्यर्थः किम् ?, आरम्भो भवति सूत्रस्य, इह च पुनर्नन्द्याद्युपन्यासः किल विधिनियमख्यापनार्थः, नन्द्यादि ज्ञात्वैव भणित्वैव वा, नान्यथेति, उपोद्घातभेदोपन्यासोऽपि 5 सकलप्रवचनसाधारणत्वेन तस्य प्रधानत्वात्, प्रधानस्य च सामान्यग्रहणेऽपि भेदेनाभिधानदर्शनाद्, यथा ब्राह्मणा आयाता वशिष्टोऽप्यायात इति, कृतं चसूर्येति गाथार्थः ॥१०१३॥ सम्बन्धान्तरप्रतिपादनायैवाऽऽह—
10
૨૫૦
कयपंचनमुक्कारो करेइ सामाइयंति सोऽभिहिओ ।
सामाइअंगमेव य जं सो सेसं तओ वुच्छं ॥ १०१४॥
व्याख्या : कृतः पञ्चनमस्कारो येन स तथाविधः शिष्यः सामायिकं करोतीत्यागमः, सोऽभिहितः पञ्चनमस्कारः, सामायिकाङ्गमेव च यदसौ, सामायिकाङ्गता च प्रागुक्ता, 'शेषं' सूत्रं 'ततः' तस्माद्वक्ष्य इति गाथार्थः ॥ १०१४॥ तच्चेदम्
ટીકાર્થ : ‘નંદીઅનુયોગદ્વાર' અહીં સમાહારદ્વન્દ્વ સમાસ થયેલ હોવાથી મૂળગાથામાં એકવચન કરેલ છે. તેથી નંદી, અનુયોગદ્વાર અને યથાવત્ ‘ઉદ્દેસ...’ ઇત્યાદિરૂપ ઉપોદ્ઘાતને જાણીને, 15 અથવા કહીને એ પ્રમાણે પાઠાન્તર જાણવો. તથા નમસ્કારને કરીને, શું ? સૂત્રનો આરંભ થાય
છે. (અન્વય મૂળગાથા પ્રમાણે જાણી લેવો.) ગ્રંથની શરૂઆતમાં જ પાંચજ્ઞાનના સ્વરૂપાત્મક નંદી વિગેરે કહી જ દીધા છે છતાં અહીં નંદી વિગેરેનો જે ફરી ઉપન્યાસ કર્યો છે તે નિયમ જણાવવા માટે કે નંદી વિગેરેને જાણીને જ અથવા કહીને જ આરંભ કરવો જોઈએ તે સિવાય નહિ. તથા ‘નંદી વિગેરેને જાણીને' એવું કહેવામાં જ ઉપોદ્ઘાત આવી જાય છે, છતાં તેનો જુદો ઉપન્યાસ 20 કર્યો છે, તેનું કારણ એ કે તે ઉપોદ્ઘાત સર્વશાસ્ત્રોમાં એક સરખો હોવાથી પ્રધાન છે અને સામાન્યનું ગ્રહણ કરવા છતાં પ્રધાન વસ્તુ જુદી ગ્રહણ થતી દેખાય છે. જેમકે બ્રાહ્મણો આવ્યા, વશિષ્ટઋષિ પણ આવ્યા. (અહીં વશિષ્ટઋષિ પણ બ્રાહ્મણ જ છે. તેથી ‘બ્રાહ્મણો આવ્યા’ એટલાથી વશિષ્ટ પણ જણાઇ જાય છે છતાં તે સર્વમાં મુખ્ય હોવાથી એમનું જુદું નામગ્રહણ કરેલ છે. આમ, ઉપોદ્ઘાત પણ પ્રધાન હોવાથી જુદો ગ્રહણ કરેલ છે.) વધુ ચર્ચાવડે સર્યુ. ૫૧૦૧૩॥
25
અવતરણિકા : અન્ય સંબંધનું પ્રતિપાદન કરવા માટે જ કહે છે →
ગાથાર્થ : જે કારણથી તે નમસ્કાર સામાયિકનું જ એક અંગ છે તેથી પંચનમસ્કારને કર્યા પછી શિષ્ય સામાયિકને કરે છે. તે નમસ્કાર (પ્રથમ) કહેવાયો. હવે પછી શેષ સામાયિકસૂત્રને હું કહીશ.
ટીકાર્ય ઃ કરાયેલ છે પંચનમસ્કાર જેનાવડે એવો તે શિષ્ય સામાયિક કરે છે એવું આગમવચન 30 છે. તે પંચનમસ્કાર (પ્રથમ) બતાવ્યો અને જે કારણથી તે નમસ્કાર સામાયિકનું જ એક અંગ છે, તે કારણથી નમસ્કાર કહ્યા પછી શેષ સામાયિકસૂત્રને હું કહીશ. નમસ્કાર એ સામાયિકનું * વક્ષ્યત-મુદ્રિતે ।