________________
કરેમિ ભંતે !
સૂત્રપદોનો સામાન્ય અર્થ (નિ. ૧૦૧૪)
૨૫૫
''
कः" ( पा० ३–३–४१ ) इति कायः, जीवस्य निवासात् पुद्गलानां चितेः पुद्गलानामेव केषाञ्चित् शरणात् तेषामेवावयवसमाधानात् कायः शरीरं, सोऽपि चतुर्द्धा नामादिभिः, तत्र द्रव्यकाय ये शरीरत्वयोग्याः अगृहीतास्तत्स्वामिना च जीवेन ये मुक्ता यावत्तं परिणामं न मुञ्चन्ति तावद् द्रव्यकायः, भावकायस्तु तत्परिणामपरिणता जीवबद्धा जीवसम्प्रयुक्ताश्च, अनेन त्रिविधेन करणभूतेन, त्रिविधं पूर्वाधिकृतं सावद्यं योगं न करोमि न कारयामि कुर्वन्तमप्यन्यं न समनुजानामि - 5 नानुमन्येऽहमिति, तस्येत्यधिकृतो योग: संबध्यते, भयान्त इति पूर्ववत्, प्रतिक्रमामि - निवर्तेऽहमित्युक्तं भवति, निन्दामीति जुगुप्से इत्यर्थः, गर्हामीति च स एवार्थः, किन्त्वात्मसाक्षिकी निन्दा गुरुसाक्षिकी गर्हेति, किं जुगुप्से ?–' आत्मानम्' अतीतसावद्ययोगकारिणं, 'व्युत्सृजामी' ति विविधार्थी विशेषार्थो वा विशब्दः उच्छब्दो भृशार्थः सृजामि-त्यजामीत्यर्थः, विविधं विशेषेण वा भृशं त्यजामि व्युत्सृजामि, एवं तावत्पदार्थपदविग्रहौ यथासम्भवमुक्तौ, अधुना चालनाप्रत्यवस्थाने वक्तव्ये, 10 तदत्रान्तरे सूत्रस्पर्शनिर्युक्तिरुच्यते, स्वस्थानत्वात्, आह च नियुक्तिकार:
કે શરીરમાંથી કેટલાક પુદ્ગલોનો સતત નાશ થયા કરે છે. (૪) હવે કાય શબ્દના અર્થ તરીકે પુદ્ગલોનું અવયવોને વિશે સમાધાન=જોડાણ અર્થ વિચારીએ ત્યારે શરીરમાં જ કેટલાક પુદ્ગલોનું હાથ-પગરૂપ અવયવોમાં જોડાણ થતું હોવાથી કાય તરીકે શરીર અર્થ થાય છે. (ટૂંકમાં કાય એટલે શરીર કારણ કે (૧) તેમાં જીવનો નિવાસ થતો હોવાથી, (૨) તેમાં કેટલાક પુદ્ગલોનો ઉપચય 15 થતો હોવાથી, (૩) તેમાંથી કેટલાક પુદ્ગલોનો સતત ક્ષય થવાથી, (૪) તે શરીરમાં જુદા જુદા અવયવરૂપે પુદ્ગલોનું જોડાણ થતું હોવાથી.) તે કાય પણ નામાદિ ચાર પ્રકારે છે. તેમાં જે ઔદારિકાદિશ૨ી૨ યોગ્ય પુદ્ગલો જીવવડે ગ્રહણ કરાયા નથી તે, તથા જીવવડે જે પુદ્ગલો મુકાઈ ગયા છે, પણ હજુ શરીરત્વરૂપ પરિણામ મુકાયો નથી એવા પુદ્ગલો દ્રવ્યકાય જાણવા. ભાવકાય તરીકે તે જાણવા કે જે પુદ્ગલો શરીરત્વપરિણામને પામેલા છે, જીવવડે ગ્રહણ કરાયેલા છે અને 20 જીવ સાથે જોડાયેલા છે. આ પ્રમાણે ‘ત્રિવિધ’ શબ્દનો અર્થ કહ્યો. સાધનભૂત એવા આ ત્રિવિધવડે પૂર્વે કહેલા ત્રિવિધ સાવઘયોગને હું કરીશ નહિ, કરાવીશ નહિ અને કરતાની અનુમોદના કરીશ નહિ.
‘તસ્ય’ એટલે તે સાવઘ યોગનું, ‘ભયાન્ત’ શબ્દનો અર્થ પૂર્વની જેમ જાણવો. ‘પ્રતિમામિ’ એટલે તે સાવદ્યયોગથી હું પાછો ફરું છું, નિંદું છું, ગર્હા કરું છું, અહીં આત્મસાક્ષિકી નિંદા 25 જાણવી અને ગુરુસાક્ષિકી ગહ જાણવી. (અર્થાત્ આત્મસાક્ષિએ નિંદા કરુ છું, ગુરુ સમક્ષ ગોં છું.) કોની નિંદા-ગર્હા કરું છું ? ભૂતકાળમાં સાવઘયોગ કરનારા એવા આત્માની નિંદા-ગર્હા કરું છું. ‘વ્યુત્કૃનામિ’ અહીં વિશબ્દ વિવિધ અર્થમાં અથવા વિશેષ અર્થમાં જાણવો, ઉત્ શબ્દ અત્યંત અર્થમાં જાણવો, અને ‘સૃજામિ’ એટલે હું ત્યાગ કરું છું. તેથી વિવિધ રીતે અથવા વિશેષથી અત્યંત આત્માનો ત્યાગ કરું છું. આ પ્રમાણે જ્યાં જેનો સંભવ હતો ત્યાં તે રીતે પદાર્થ અને 30 પદવિગ્રહ કહ્યા. હવે પ્રશ્ન અને ઉત્તર કહેવા યોગ્ય છે. તે પહેલાં સૂત્રસ્પર્સિકનિર્યુક્તિનું પોતાનું સ્થાન (એટલે કે અહીં તેનો અવસર) હોવાથી તે કહેવાય છે →