________________
5
૨૭૨ એ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪)
वृक्षकालिकमिति गाथाक्षरार्थः ॥ भावार्थस्त्वयं-' 'संघातंतर समयो दुसमयविउव्वियमयस्स तइयंमि । सो दिवि संघातयतो तइए व मयस्स तइयंमि ॥१॥' अविग्रहेण सङ्घातयतः द्वितीयसङ्घातपरिशाटस्य समय एवान्तरमिति, ‘उभयस्स चिरविउव्वियमयस्स देिवेसु अविग्गहगयस्स । साडस्संतोमुहुत्तं तिहवि तरुकालमुक्कोसं ॥१॥ उक्ता वैक्रियशरीरमधिकृत्य सङ्घातादिवक्तव्यता ॥
साम्प्रतमाहारकमधिकृत्यैनां प्रतिपादयन्नाह—
એટલે કે અનંત ઉત્સર્પિણી—અવસર્પિણીનો કાળ (=વનસ્પતિની કાયસ્થિતિ.)આ પ્રમાણે ગાથાનો અક્ષરાર્થ કહ્યો. ભાવાર્થ આ પ્રમાણે છે—“સંઘાતનું અંતર આ પ્રમાણેઔદારિકશરીરી જીવ ઉત્તરવૈક્રિયશરીરની રચનાના પ્રથમસમયે વૈક્રિયનો સર્વસંઘાત કરીને મૃત્યુ પામી બીજાસમયે વિગ્રહગતિમાં રહીને ત્રીજાસમયે દેવલોકમાં ઉત્પન્ન થઈ ત્યાં ત્રીજા સમયે સર્વસંઘાત કરતી વેળાએ 10 જઘન્ય અંતરકાળ પ્રાપ્ત થાય છે, અથવા ઔદારિકશરીરી જીવ બે સમય સુધી ઉત્તરવૈક્રિય કરી
(અહીં બીજા સમયે ઉભય કરે છે.) મૃત્યુ પામી ઋજુગતિએ ત્રીજા સમયે દેવલોકમાં ઉત્પન્ન થઈ પ્રથમ સમયે વૈક્રિયસંઘાત કરે ત્યારે બીજો સમય સંઘાતનો અંતરકાળ જાણવો..।૧।।” (વિ.આ.ભા. ૩૩૩૬)
વિગ્રહ વિના સંઘાત કરતા જીવને બીજાનો એટલે કે ઉભયનો એક સમય જઘન્ય અંતરકાળ 15 પ્રાપ્ત થાય છે. કહ્યું છે-“કોઈક ઔદારિકશરીરી જીવ વૈક્રિયશરીરને વિક્ર્વ્યા પછી લાંબા કાળ સુધી વૈક્રિયશરીરનો સંઘાત-પરિશાટરૂપ ઉભયને કરીને મૃત્યુ પામી વિગ્રહ વિના દેવમાં ઉત્પન્ન થઈ પ્રથમસમયે વૈક્રિયસંઘાત કરી પુનઃ બીજા વિગેરે સમયમાં ઉભયને કરે ત્યારે વચ્ચે જે વૈક્રિયસંઘાતનો સમય છે તે સમય ઉભયનો અંતરકાળ જાણવો. શાટનનો જઘન્યથી અંતર્મુહૂર્ત અંત૨કાળ જાણવો. (તે આ પ્રમાણે કે—કોઈક વૈક્રિયલબ્ધિવાળો ઔદારિકશરીરી જીવ કોઈક પ્રયોજનમાં વૈક્રિયશરીરને 20 કરીને કાર્ય પૂર્ણ થતાં અંતે સર્વશાટને કરી પુનઃ ઔદારિકશરીરને સ્વીકારે છે, અને તેમાં અંતર્મુહૂર્ત રહીને ફરી પ્રયોજન આવતા ફરી વૈક્રિયશરીરને રચે છે. તેમાં અંતર્મુહૂર્ત રહીને અંતે સર્વશાટને કરે છે. અહીં પૂર્વે કરેલ શાટ અને આ શાટ વચ્ચે બે અંતર્મુહૂર્ત જેટલું અંતર પ્રાપ્ત થાય છે. આ બંને મળીને એક મોટા અંતર્મુહૂર્તની વિવક્ષા કરવાથી જઘન્યથી અંતર્મુહૂર્ત અંતરકાળ પ્રાપ્ત થાય છે.) ત્રણેનું ઉત્કૃષ્ટથી અનંતકાળ અંતર જાણવું. આ પ્રમાણે વૈક્રિયશરી૨ સંબંધી સંધાતાદિની 25 વતવ્યતા કહી. ૫૧૬૯॥
અવતરણિકા : હવે આહારકશરીરને આશ્રયીને સંઘાતાદિની વતવ્યતાનું પ્રતિપાદન કરતા
કહે છે
८८. संघातान्तरं समयो द्विसमयवैक्रियमृतस्य तृतीये । स दिवि संघातयतः तृतीये वा मृतस्य तृतीये ॥१॥ ८९. उभयस्य चिरविकुर्वितमृतस्य देवेष्वविग्रहं गतस्य । शाटस्यान्तर्मुहूर्त्तं त्रयाणामपि तरुकालमुत्कृष्टम् 30 ॥ १ ॥ + देवे सविग्गह इत्यशुद्धपाठो मुद्रिते ।