________________
'સિદ્ધોના સુખની નિરુપમતા (નિ. ૯૮૩) માં ૨૨૫ साम्प्रतमस्यैवंभावस्यापि सतः निरुपमतां प्रतिपादयन्नाह - - जह नाम कोइ मिच्छो नगरगुणे बहुविहे विआणतो ।
न चएइ परिकहेउं उवमाइ तहिं असंतीए ॥९८३॥ व्याख्या : यथा नाम कश्चित् म्लेच्छ: 'नगरगुणान्' सद्गृहनिवासादीन् 'बहुविधान' अनेकप्रकारान् विजानन्नरण्यगतः सन्नन्यम्लेच्छेभ्यो न शक्नोति परिकथयितुं, कुतो निमित्तात् ?, इत्यत आह- 5 उपमायां तत्रासत्यामिति गाथाक्षरार्थः ॥९८३॥ भावार्थः कथानकादवसेयः तच्चेदम्-एंगो महारण्णवासी मेच्छो रण्णे चिट्ठइ, इओ य एगो राया आसेण अवहरितो तं अडविं पवेसिओ, तेण दिट्ठो, सक्कारेऊण जणवयं णीओ, रण्णावि सो णयरं, पच्छा उवयारित्ति गाढमुवचरिओ जहा राया तहा चिठ्ठइ धवलघराईभोगेणं, विभासा, कालेण रण्णं सरिउमारद्धो, रण्णा विसज्जिओ गओ, रण्णिगा पुच्छंति-केरिसं णयरंति ?, सो विआणतोऽवि तत्थोवमाऽभावा ण सक्कड़ णयरगुणे 10 परिकहिउँ । एस दिटुंतो, अयमत्थोवणओत्ति
અવતરણિકાઃ હવે આવા પ્રકારના સુખની પણ નિરુપમતાનું પ્રતિપાદન કરતા કહે છે કે ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો.
ટીકાર્થ : જેમ કોઈ પ્લેચ્છ (જંગલી મનુષ્ય) સુંદર ઘરો, આવાસો વિગેરે ઘણા પ્રકારના નગરના ગુણોને જાણતો હોવા છતાં જંગલમાં જઈને અન્ય મ્લેચ્છોને તે નગરના ગુણોને કહેવા 15 માટે સમર્થ બનતો નથી. શા માટે ? તે કહે છે – ત્યાં જંગલમાં નગરના ગુણોને વર્ણવી શકાય એવી કોઈ ઉપમા ન હોવાને કારણે તે વર્ણન કરી શકતો નથી. આ પ્રમાણે ગાથાનો અક્ષરાર્થ કહ્યો. ૯૮૭ll ભાવાર્થ કથાનકથી જાણવા યોગ્ય છે. તે આ પ્રમાણે -
એક મહાઅરણ્યવાસી મ્લેચ્છ જંગલમાં રહે છે. આ બાજુ ઘોડાવડે અપહરણ કરાયેલો એક રાજા જંગલમાં પ્રવેશ્યો. મ્લેચ્છે રાજાને જોયો. રાજાનો સત્કાર કરી મ્લેચ્છ રાજાને પોતાના સ્થાને 20 લઈ ગયો. ત્યારપછી રાજા પણ સ્વેચ્છને પોતાના નગરમાં લઈ ગયો. રાજાએ આ મારો ઉપકારી છે એમ માની તેની ખૂબ જ સુંદર રીતે ભક્તિ કરી, અર્થાત્ જે રીતે રાજા રહે તે રીતે ધવલઘરાદિને ભોગવવાવડે તે મ્લેચ્છ પણ રહે છે વિગેરે રાજામહેલની આગતા-સ્વાગતાનું વર્ણન સમજી લેવું. - ઘણા કાળ પછી તે સ્વેચ્છને પોતાનું જંગલ યાદ આવવા લાગ્યું. રાજાએ જવાની આજ્ઞા આપતા તે ગયો. ત્યાં રહેલા અન્ય સ્વેચ્છાએ પૂછ્યું – “નગર કેવું હતું ?” તે મ્લેચ્છ નગરના 25 સ્વરુપને જાણતો હોવા છતાં તે જંગલમાં તેને સંદેશ ઉપમા ન હોવાથી નગરના સ્વરુપને કહેવા માટે શક્તિમાન બનતો નથી. આ દૃષ્ટાન્ત કહ્યું. હવે તેનો ઉપનય કહે છે કે
६६. एको महारण्यवासी म्लेच्छोऽरण्ये तिष्ठति इतश्चैको राजाऽश्वेनापहृतस्तामटवीं प्रवेशितः, तेन दृष्टः, सत्कार्य जनपदं नीतः, राज्ञाऽपि स नगरं, पश्चादुपकारीति गाढमुपचरितः, यथा राजा तथा तिष्ठति धवलगृहादिभोगेन, विभाषा, कालेनारण्यं स्मर्तुमारब्धः, राज्ञा विसृष्टो गतः, आरण्यकाः पृच्छन्ति-कीदृशं 30 नगरमिति ?, स विजानन्नपि तत्रोपमाऽभावान्न शक्नोति नगरगुणान् परिकथयितुं । एष दृष्टान्तः, अयमत्रोपनय इति ।