________________
૧૪૬ મી આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) अंके तहेव एगेण निक्खित्ते लंछेऊण उस्सीवेत्ता कूडरूवगाण भरिओ तहेव सिव्वियं, आगयस्स अल्लिविओ, सा मुद्दा उग्घाडिया, कूडरूवगा, ववहारो, पुच्छिओ-कित्तियं ?, सहस्सं, गणेऊण गंठी तडिओ, तओ न तीरइ सिव्वेडं, कारणिगाणमुप्पत्तिया बुद्धी ॥णाणए-तहेव निक्खेवओ पणा छूढा,
आगयस्स नउलओ दिण्णो, पणे पुच्छा, राउले ववहारो, कालो को आसि ?, अमुगो, अहुणोत्तणा 5 पणा, सो चिराणओ कालो, डंडिओ, कारणिगाणमुप्पत्तिया ॥
૧૯. મહોરછાપનું દષ્ટાન્ત :- ઉપરોક્ત દષ્ટાન્તની જેમ એક વ્યક્તિએ એક વેપારી પાસે હજાર રૂપિયાથી ભરેલો થેલો લાંછીત કરીને (સીવીને) થાપણ રૂપે મૂક્યો. તે વેપારીએ તે થેલાની સીલાઈ ખોલીને શુદ્ધ રૂપિયા કાઢીને તેમાં ખોટા રૂપિયા ભરી તે જ રીતે સીવી નાંખ્યો. પાછી
આવેલી વ્યક્તિને થેલો વેપારીએ આપી દીધો. તેણે થેલાની સીલાઈ કાઢી, તેમાં જોયું તો ખોટા 10 રૂપિયા હતા. બંને વચ્ચે ઝઘડા થયા.) રાજકુળમાં ફરિયાદ ગઈ. ન્યાયાધીશોએ પૂછ્યું – “કેટલા
રૂપિયા હતા ?' તેણે કહ્યું – “હજાર.' તેથી ન્યાયાધીશોએ હજાર રૂપિયા ગણીને થેલામાં ભર્યા અને ગાંઠ બાંધી. પછી પેલા વેપારીને સીવવા આપી. પરંતુ તે સીવી શક્યો નહીં. કારણ કે વેપારીએ શુદ્ધ રૂપિયા કાઢી ખોટા રૂપિયા નાંખ્યા ત્યારે ખોટા રૂપિયા (સિક્કા) નિસ્સાર હોવાથી
ઓછી જગ્યા રોકે અને સાચા રૂપિયા વધુ જગ્યા રોકે, આમ ખોટા રૂપિયા નાખ્યા પછી તે થેલો 15 સંપૂર્ણ ભરાયો નહીં. તેથી વેપારીએ થેલાને નીચેથી કાપી ફરી તેને સીવી નાંખ્યો. હવે આ થેલો
નાનો બની ગયો. એની અંદર સાચા રૂપિયા નાંખતા થેલાને સીવવું વેપારી માટે શક્ય બન્યું નહીં.) એટલે ન્યાયાધીશોએ જાણ્યું કે વેપારી ખોટો છે. ન્યાયાધીશોની આ ઔત્પત્તિકી બુદ્ધિ જાણવી.
૨૦. નાણાનું દષ્ટાન્ત : પૂર્વની જેમ જ કોઈક વ્યક્તિએ વેપારી પાસે ઘણા મૂલ્યવાળા દ્રમરૂપનાણા(એક પ્રકારનું ચલણ)ઓથી ભરેલ થેલો થાપણરૂપે મૂક્યો. (તે વેપારીએ આ નાણા 20 ઘણા મૂલ્યવાળા હોવાથી કાઢી લઈ અલ્પમૂલ્યવાળા પણ નામના નાણાઓ થેલામાં નાંખ્યા.) પાછા
આવેલા તેને એ થેલો વેપારીએ પાછો સોંપ્યો. થેલામાં જોઈને તે અંગે પૃચ્છા કરી. બંને વચ્ચે ઝઘડા થયા.) રાજકુળમાં ફરિયાદ ગઈ. ન્યાયાધીશોએ પેલી વ્યક્તિને પૂછ્યું – “તે ક્યારે થાપણ મૂકી હતી ?” એટલે તેણે અમુક કાળે મૂક્યાની વાત કરી. (ન્યાયાધીશો સમજી ગયા અને વેપારીને
કહ્યું) જે કાળે એ તારી પાસે થાપણ મૂકી તે સમયે આ નાણાઓ (વેપારીએ જે નાણાઓ થેલામાં 25 ભર્યા હતા તે) હતા જ નહીં, કારણ કે આ નાણાઓ અત્યારે જ બનાવવામાં આવ્યા છે. વેપારીને
९. अङ्कः-तथैवैकेन निक्षिप्ते लान्छयित्वोत्सीव्य कूटरूपकैर्भूतः तथैव सीवितः, आगतायार्पितः, सा मुद्रोद्घाटिता कूटरूप्यकाः, व्यवहारः, पृष्टः-कियत् ?, सहस्र, गणयित्वा ग्रन्थिर्बद्धः, ततो न शक्यते सीवितुं, कारणिकाणामौत्पत्तिकी बुद्धिः ॥ नाणके-तथैव निक्षेपः पणा (द्रम्माः) क्षिप्ताः, आगताय
नकुलको दत्तः, पणविषये पृच्छा, राजकुले व्यवहारः, कालः क आसीत् ?, अमुकः, अधुनातनाः पणाः, 30 વિરક્તન: 17:, હિતા, વરાછાનામૌત્પત્તિી વૃદ્ધિઃ છે.