________________
ઔત્પત્તિકીબુદ્ધિના દેષ્ટાન્તો (નિ. ૯૪૧-૯૪૨) જે ૧૩૧ भणियं-किं मओ ?, तुब्भे भणहत्ति । अगडे आरण्णओ आगंतु ण तीरइ नागरं देह । वणसंडे पुव्वं पासं गओ गामो । परमन्नं करीसओण्हाए पलालुण्हाए यत्ति । तओ रण्णा एवं परिक्खिऊण पच्छा समाइटुं, जहा तेणेव दारएणागंतव्वं, तं पुण ण सुक्कपक्खे ण कण्हपक्खे ण राइं न दिवसे ण छायाए ण उण्हेणं ण छत्तेणं ण आगासेणं ण पाएहिं ण जाणेणं ण पंथेणं ण उप्पेहेणं ण ण्हाएणं ण मलिणेणंति, तओ तस्स निवेइयं, पच्छा अंगोहलिं काऊण चक्कमज्झभूमीए एडगारूढो 5
(રાજાએ ફરી આજ્ઞા કરી કે–‘તમારા ગામના કૂવાનું પાણી મધુર છે. તેથી તે કૂવો અહીં મોકલો. પાણી મંગાવવાના બદલે કૂવો મંગાવતા લોકો વિચારમાં પડ્યા કે કૂવાને કઈ રીતે લઈ જવો ? રોહકને પૂછયું) રોહકે રાજાને જણાવ્યું કે-“અમારો ગામડાનો કૂવો તમારા નગરમાં એકલો આવવા સમર્થ નથી, તેથી તમારા નગરના કૂવાને મોકલો, જેથી તેની સાથે અમારા કૂવાને મોકલીએ.
તે ગામની પૂર્વ દિશામાં એક વનખંડ હતું. તેથી રાજાએ આજ્ઞા કરી કે–“આ વનખંડને તમારે પશ્ચિમ દિશામાં લઈ જવું.” રોહકે આખા ગામને વનખંડની પૂર્વદિશામાં સ્થાપિત કરી વનખંડને ગામની પશ્ચિમ દિશામાં લાવતા રાજા ખુશ થયો. (સંસ્કૃત પંક્તિનો અર્થ આ પ્રમાણે કે – ગામ વનખંડની પૂર્વ બાજુએ ગયો.)
| (ત્યારપછી રાજાએ અગ્નિ વિના ખીર રાંધવાનો આદેશ આપ્યો તેથી રોહકના કહેવાથી) 15 લોકોએ સૂર્યના કિરણોથી તપેલી બકરીની લીંડીઓની ગરમી અને સૂર્યકિરણોથી બળેલા ઘાસની ગરમીથી ખીર રાંધી. આ રીતે પરીક્ષા કરીને પાછળથી રાજાએ આદેશ કર્યો કે–“તે રોહક જ અહીં આવે, પણ તેણે શુક્લપક્ષમાં કે કૃષ્ણપક્ષમાં આવવું નહીં, રાતે કે દિવસે આવવું નહીં, છાયામાં કે તડકે આવવું નહીં, માથે છત્ર રાખીને કે ખુલ્લામાં આવવું નહીં, પગે ચાલીને કે વાહનમાં આવવું નહીં, માર્ગવડે કે ઉન્માર્ગે આવવું નહીં, સ્નાન કરીને કે સ્નાન કર્યા વિના મેલા 20 આવવું નહીં.” આ અગ રોહકને જણાવ્યો. તેથી દેશસ્નાનને કરીને ગાડાના બે પૈડાના રસ્તાની વચ્ચેના રસ્તા ઉપર ચાલીને, (આ રસ્તો માર્ગ કે ઉન્માર્ગ બંને ગણાય નહીં, તેથી આ રસ્તા ઉપર ચાલવાથી “માર્ગવડે કે ઉન્માર્ગે આવવું નહીં' એવો આદેશ રોહકે પાળ્યો.) બકરા ઉપર બેસી, (આના દ્વારા પગે ચાલી કે વાહનમાં આવવું નહીં એ આદેશ પાળ્યો) ચાલણીવડે ઢંકાયેલું છે મસ્તક જેનું એવો તે, (અર્થાત “છત્ર રાખી કે ખુલ્લામાં આવવું નહીં' એવો રાજાનો આદેશ 25 હોવાથી ચાલણીને માથે રાખી રોહક રાજા પાસે જાય છે, કારણ કે ચાલણી એ છત્ર કહેવાય નહીં અને ચાલણી હોવાથી ખુલ્લું પણ કહેવાય નહીં.).
- ९३. भणितं-किं मृतः?, यूयं भणतेति । अवट आरण्यको नागन्तुं शक्नोति नागरं दत्त । वनखण्डे पूर्वस्मिन् पार्वे गतो ग्रामः । परमान्नं करीषोष्मणा पलालोष्मणा चेति । ततो राज्ञा एवं परीक्ष्य पश्चात्समादिष्टं यथा-तेनैव दारकेणागन्तव्यं, तत्पुनर्न शुक्लपक्षे न कृष्णपक्षे न रात्रौ न दिवा न छायया 30 नोष्णेन न छत्रेण नाकाशेन न पादाभ्यां न यानेन न पथा नोत्पथेन न स्नातेन न मलिनेनेति, ततस्तस्मै निवेदितं, पश्चादङ्गरूक्षणं (देशस्नानं) कृत्वा चक्रमध्यभूमावेडकारूढ