________________
૧૨૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) औत्पत्तिक्या लक्षणं प्रतिपादयन्नाह
पुव्वमदिट्ठमस्सुअमवेइअ तक्खणविसुद्धगहिअत्था ।
अव्वाहयफलजोगिणि बुद्धी उप्पत्तिआ नाम ॥९३९॥ व्याख्या : 'पूर्वम्' इति बुद्धयुत्पादात् प्राक् स्वयमदृष्टोऽन्यतश्चाश्रुतः 'अवेदितः' मनसा5 ऽप्यनालोचितः तस्मिन्नेव क्षणे विशुद्धः-यथावस्थितः गृहीतः-अवधारितः अर्थः-अभिप्रेतपदार्थो यया सा तथा, इहैकान्तिकमिहपरलोकाविरुद्धं फलान्तराबाधितं वाऽव्याहतमुच्यते, फलं-प्रयोजनम्, अव्याहतं च तत्फलं च अव्याहतफलं योगोऽस्या अस्तीति योगिनी अव्याहतफलेन योगिनी अव्याहतफलयोगिनी, अन्ये पठन्ति-अव्याहतफलयोगा, अव्याहतफलेन योगो यस्याः साऽव्याहतफलयोगा बुद्धिः औत्पत्तिकी नामेति गाथार्थः ॥
साम्प्रतं विनेयजनानुग्रहायास्या एव स्वरूपप्रतिपादनार्थमुदाहरणानि प्रतिपादयन्नाहभरहसिल १ पणिअ २ रुक्खे ३ खुड्डग ४ पड ५ सरड६ काग ७ उच्चारे ८।। गय ९ घयण १० गोल ११ खंभे १२, खुड्डग १३ मग्गित्थि १४ पइ १५ पुत्ते १६ ॥९४०॥
અવતરણિકા : ઔત્પત્તિકીબુદ્ધિનું લક્ષણ પ્રતિપાદન કરતા નિર્યુક્તિકારશ્રી કહે છે કે
ગાથાર્થ : પૂર્વે નહીં જોયેલો, નહીં સાંભળેલો કે મનથી પણ નહીં વિચારેલો એવો અર્થ 15 તે જ ક્ષણે યથાવસ્થિત જેના વડે ગ્રહણ કરાય = સમજાય તે બુદ્ધિ ઔત્પત્તિકી કહેવાય છે. આ
બુદ્ધિ અવ્યાહતફળવાળી હોય છે. 1 ટીકાર્થઃ બુદ્ધિની ઉત્પત્તિ પહેલા સ્વયં નહીં જોયેલો, બીજા પાસેથી નહીં સાંભળેલો, અને મનથી પણ નહીં વિચારેલો એવો ઈચ્છિત પદાર્થ જેનાવડે પ્રસંગ વખતે જ યથાવસ્થિત રીતે ગ્રહણ
કરાય = જણાય છે તે બુદ્ધિ પૂર્વાદષ્ટાગ્રુતાવેદિતતત્ક્ષણવિશુદ્ધગૃહીતાર્યા કહેવાય છે. અહીં જે 20 એકાન્તિક (નિશ્ચિત) હોય અથવા ઈહલોક-પરલોકથી અવિરુદ્ધ હોય અથવા ફળાન્તરથી અબાધિત હોય તે અવ્યાહત કહેવાય છે. તથા ફળ એટલે પ્રયોજન. અવ્યાહત એવું જે ફળ તે અવ્યાહતફળ.
યોગ છે જેને તે યોગિની. અવ્યાહતફળવડે યોગિની તે અવ્યાહતફળયોગિની અર્થાત્ અવ્યાહતફળને આપનારી. કેટલાક લોકો એમ કહે છે કે, અવ્યાહતફળ સાથે યોગ = સંબંધ છે
જેનો તે અવ્યાહત–ફળયોગવાળી. (અહીં પણ અર્થ પૂર્વ પ્રમાણે જ જાણવો માત્ર સમાસમાં જ 25 ફેરફાર છે.) આવી બુદ્ધિ ઔત્પત્તિકી કહેવાય છે. I૯૩૮
અવતરણિકા : હવે શિષ્યસમૂહ ઉપર ઉપકાર કરવા માટે આના જ સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે ઉદાહરણોને જણાવતા નિર્યુક્તિકારશ્રી કહે છે કે
ગાથાર્થ ઃ (૧) ભરતશિલા, (૨) શરત, (૩) વૃક્ષ, (૪) મુદ્રિકા, (૫) વસ્ત્ર, (૬) કાચીંડો, (૭) કાગડો, (૮) વિષ્ઠા, (૯) હાથી, (૧૦) વિદુષક, (૧૧) ગોળી, (૧૨) થાંભલો, (૧૩) 30 બાળમુનિ, (૧૪) માર્ચસ્ત્રી, (૧૫) પતિ, (૧૬) પુત્ર.
* પUT: + મુદ્રિા .