________________
૯૮
આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪)
आसणं च कुम्मबंधं काऊण अहोमुहो ठिओ चीरवेढेणं, न सक्किओ, किसित्ता गया, पुच्छंति-रि ?, सा भाइ - एरिसो नत्थि अण्णो मणूसो, एवं चत्तारिवि जामे जामे किसिऊण गयाओ, पच्छा एगओ मिलियाओ साहंति, उवसंताओ सड्डीओ जायाओ । तेरिच्छा चउव्विहा - भया पओसा आहारहेउं अवच्चलयणसारक्खणया, भएण सुणगाई डसेज्जा, पओसे चंडकोसिओ मक्कडादी वा आहारहेउ 5 सीहाइ, अवच्चलेणसारक्खणहेउं काकिमाइ । आत्मना क्रियन्त इति आत्मसंवेदनीयाः, जहा उद्देसिए चेतिए पाहुडियाए, ते चउव्विहा- घट्टणया पवडणया थंभणया लेसणया, घट्टणया अच्छिमि रयो पविट्ठो चमढिडं दुक्खिउमारद्धं अहवा सयं चेव अच्छिमि गलए वा किंचि सालुगाइ
-
‘આના
અને આસનને કુર્મબંધ કરીને, (અર્થાત્ કાચબાના ઢાળની જેમ પોતાની ઉપર બાંધીને) વસ્ત્રો વિટીને મોં નીચું રાખી ઊભો રહ્યો. પ્રથમ પત્ની સાધુને ચલિત કરી શકી નહીં, અને ક્લેશ પામીને 10 (થાકીને) ગઈ. બીજી પત્નીઓ પ્રથમ પત્નીને પૂછે છે કે – ‘કેવો છે ?' તે કહે છે જેવો બીજો કોઈ મનુષ્ય નથી'. આ પ્રમાણે ચારે પત્નીઓ એક એક પ્રહરે ક્લેશ પામીને ગઈ. પાછળથી એક સ્થાને ભેગી થયેલી પત્નીઓ પરસ્પર વાત કરે છે. તેઓનો વિકારભાવ શાંત પડ્યો. શ્રાવિકાઓ બની ગઈ.
તિર્યંચસંબંધી ચાર પ્રકારે ઉપસર્ગો છે. – ભયથી, પ્રદ્વેષથી, આહાર માટે, અને પોતાના 15 બચ્ચાઓનું / માળાનું રક્ષણ કરવા ઉપસર્ગ કરે. તેમાં ભયથી કૂતરાદિ કરડે. પ્રદ્વેષથી :– ચંડકૌશિક અથવા વાંદરાદિ ઉપસર્ગ કરે તે. આહાર માટે – સિંહાદિનો ઉપસર્ગ અને બચ્ચાઓના માળાદિના સંરક્ષણ માટે કાગડી વિગેરે ઉપસર્ગ કરે.
આત્મસંવેદનીય ઉપસર્ગો :– તેમાં જાતવડે જે કરાય તે આત્મસંવેદનીય ઉપસર્ગ કહેવાય. જેમ કે– સ્નિગ્ધમધુરાદિ ઔદેશિક ગોચરી કોઈવડે વહોરાવી હોય અને તે પચે નહીં ત્યારે જે 20 માથાનો દુઃખાવો વિગેરે ઉત્પન્ન થાય તે સામાન્યથી આત્મસંવેદનીયોપસર્ગ કહેવાય છે. તે ચાર પ્રકારે છે – ચોળવાથી, પડવાથી, સ્થિરતાથી, અને વળી જવાથી. તેમાં ચોળવાથી :– આંખમાં કોઈ રજકણ પેસી જાય ત્યારે આંખને ચોળે તો દુઃખવા લાગે અથવા સ્વયં જ આંખમાં કે ગળામાં કોઈ ગાંઠ જેવું થયું હોય અને એને ચોળે તો દુઃખ ઉત્પન્ન થાય. પડવાથી ઃ– પોતે બરાબર ધ્યાન
६४. आसनं च कूर्मबन्धं कृत्वाऽधोमुखः स्थिरश्चीरवेष्टनेन न शक्तिः, क्लिशित्वा गता, पृच्छन्ति25 હ્રૌદશઃ ?, સા મળતિ વૃંદશો નાસ્યસ્યો મનુષ્ય:, વં વ્રતસ્રોપિ યામે યામે વિસ્તશિત્વા રાતા:, पश्चान्मीलिताः एकत्र कथयन्ति, उपशान्ताः श्राद्धयो जाताः । तैरश्चाश्चतुर्विधाः- भयात् प्रद्वेषात् आहारहेतोः अपत्यालयसंरक्षणाय, भयेन श्वादिर्दशेत्, प्रद्वेषे चण्डकौशिको मर्कटादिर्वा, आहारहेतोः सिंहादिः, अपत्यलयनसंरक्षणहेतोः काक्यादिः । यथोद्देशे चैत्ये प्राभृतिकायां, ते चतुर्विधाः - घट्टनता प्रपतनता स्तम्भनता श्लेषणता, घट्टनता अक्ष्णि रजः प्रविष्टं मर्दित्वा दुःखयितुमारब्धं अथवा स्वयमेव अक्ष्णि गले 30 वा किञ्चित्सालुकादि