________________
आत्मा वा अरे द्रष्टव्यः श्रोतव्यो
मन्तव्यो निदिध्यासितव्यः ॥ बृहदारण्यकोपनिषद् २-४-५॥ કર્તવ્ય છે આત્મદર્શન...આત્મશ્રવણ....આત્મમનન અને આત્મનિદિધ્યાસન. શાસ્ત્રોક્ત જ્ઞાન અને એ જ્ઞાનને અનુરૂપ આચરણથી જ્યારે આત્મજ્ઞાન આત્મામાં પરિણતિ પામે છે, ત્યારે આત્માની અસ્મિતા પૂર્ણ પરિવર્તન પામે છે.
_ विज्ञातब्रह्मतत्त्वस्य यथापूर्वं न संसृतिः । દેહ હશે, ત્યાં સુધી આત્મજ્ઞાની પણ સંસારમાં જ હશે, પણ એ સંસાર પૂર્વસંસારથી તદ્દન વિપરીત હશે. પુત્રમૃત્યુનો આઘાત આપઘાત સુધી પરિણમે, એ અજ્ઞાનીની દશા છે... ને એવા સમયે માત્ર ઋણાનુબંધના પૂર્ણવિરામનું દર્શન થાય. એ આત્મજ્ઞાનીની દશા છે. દશ કરોડ રૂપિયાનું નુકશાન કાચી પળમાં હૃદયરોગનો હમલો લાવે. એ અજ્ઞાનીની દશા છે. ને એવા સમયે ‘ભલું થયું ભાંગી જંજાળ'ના ઉદગારો સરી પડે. એ આત્મજ્ઞાનીની દશા છે. કેન્સરનું નિદાન જીવતાં જ મારી નાખે, એ અજ્ઞાનીની દશા છે, અને આખું શરીર કેન્સરના કીડાઓથી ખદબદી રહ્યું હોય, ત્યારે માત્ર સાક્ષીભાવે રોગનું નાટક જોવું એ આત્મજ્ઞાનીની દશા છે. જ્ઞાનસારના ટંકશાળી વચનો યાદ આવે છે
पश्यन्नेव परद्रव्य - नाटकं प्रतिपाटकम् ।
મવપુરોપિ, નાગૂઢ: પરિસ્થતિ છે સંસારચક્ર એ એક એવું શહેર છે, જેની ગલીએ ગલીએ પરદ્રવ્યનું નાટક ચાલી રહ્યું છે. શરીર, સંપત્તિ, ઘર, પરિવાર.. આ બધું જ પારદ્રવ્ય છે. અજ્ઞાની એમાં ભળે છે – એમાં લેવાય છે – એને પોતાનું માને છે, ને પળે પળે દુઃખી થાય છે. જ્ઞાનીમાં સમ્યક્ સમજ છે. એ જાણે છે, કે આમાં કશું જ મારું નથી. આ તો માત્ર એક નાટક છે. કોઈ નાટક કલાકોનું હોય છે, તો કોઈ નાટક વર્ષોનું. પણ નાટક એટલે નાટક, પડદો પડશે ને એમાંનું કશું જ નહીં રહે. નહીં પ્રિય હોય, નહીં અપ્રિય હોય. તો પછી શેના માટે રાગ-દ્વેષ કરીને દુઃખી થવું ? એક સ્વપ્ન આંખો ખુલે ને પૂરું થાય છે...એક સ્વપ્ન આંખો મીંચાય ને પૂરું થાય છે... સ્વપ્ન તો સ્વપ્ન જ. ક્યાંક વાંચી હતી આ પંક્તિઓ -