________________
કોણ ? કોનું ? ને એ ય ક્યાં લગી ? । મુક સઘળી મમત, કોઈ તારું નથી. ॥
આત્મજ્ઞાની હસતો પણ નથી, ને રડતો પણ નથી. કારણ કે એ ઘટનાઓ સાથે ભળતો નથી. નાટકને એ નાટક જ સમજે છે, ને સ્વપ્નને સ્વપ્ન જ. માટે એ માત્ર પ્રેક્ષક બની રહે છે. સર્વ દુઃખોનું કારણ છે અંતર્ભાવ અને પરમાનંદનું મૂળ છે સાક્ષીભાવ. નિતૃપ્તઃ...વિજ્ઞાનમાનનું બ્રહ્મ...આ શ્રુતિનિર્દિષ્ટ બ્રહ્મસ્વરૂપ આત્માના સાક્ષીભાવને આભારી છે. વિમમુહસં યા...આ આગમપ્રતિપાદિત સિદ્ધસ્વરૂપનો આધાર આ જ સાક્ષીભાવ છે. આ સાક્ષીભાવનો આધાર છે. આત્મજ્ઞાન. અધ્યાત્મસારમાં કહ્યું છે -
ज्ञाते ह्यात्मनि नो भूयो ज्ञातव्यमवशिष्यते ।
अज्ञाते पुनरेतस्मिन्, ज्ञानमन्यन् निरर्थकम् ॥
જેણે આત્મજ્ઞાનને પ્રાપ્ત કરી લીધું છે, તેણે બીજું કોઈ જ જ્ઞાન મેળવવાનું બાકી રહેતું નથી, અને જેણે આત્મજ્ઞાન પ્રાપ્ત નથી કર્યું, તેનું બીજું બધું જ જ્ઞાન વ્યર્થ છે - ફોગટ છે. શિક્ષણના પરિપ્રેક્ષ્યમાં મહાત્મા ગાંધીજીના શબ્દો અહીં સ્મર્તવ્ય છે - ગામની ગલીઓની ગતાગમ નથી અને ઇંગ્લેંડની નદીઓના નામો ગોખી ગયો છે. જ્યાં સુધી આત્માની ઓળખાણ નથી થઈ, ત્યાં સુધી બીજી બધી જ ઓળખાણો કલંકરૂપ છે. ને એક વાર આત્માની ઓળખાણ થઈ જાય, ત્યારે આત્મગુણોની નિરૂપમ સમૃદ્ધિમાં ઝુમતા આત્માને બીજી કોઈ જ ઓળખાણોમાં રસ રહેતો નથી. જે મારું નથી...જેનાથી મને કોઈ લાભ નથી...એ મારા માટે છે જ નહીં. બ્રહ્મ સત્યં નાન્ મિથ્યા- ની ભૂમિકા કેવી દિવ્ય છે ! કોઈ ચિંતકે ખરું જ કહ્યું છે -
સાચે નાહી જ નાખ્યું છે મેં એના નામનું ।
મારું નથી જે સ્વર્ગ, એ મારે શા કામનું ? ॥
બ્રહ્મસૂત્રના આ આશયને શાંકરભાષ્ય સતત અનુસરે છે. શ્રુતિઓ ને સ્મૃતિઓના અર્કને પ્રસ્તુત કરે છે અને ફરી ફરીને આત્માને આત્મજ્ઞાન માટે પ્રોત્સાહિત કરે છે. ય આત્માઽપતપાખા મોડવેવ્ય: મેં વિનિજ્ઞામિતવ્ય: તારી બીજી બધી જ શોધોને અભરાઈએ ચડાવી દે, ને એક માત્ર તારા નિષ્પાપ આત્માની શોધમાં લાગી જા. બીજા બધાં જ અભ્યાસ અને ભણતરને ગૌણ કરીને તું
२१