________________
बन्धाय विषयाऽऽसक्तं, मुक्त्यै निर्विषयं स्मृतम् ॥ મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ મન જ છે. વિષયોમાં આસક્ત મન બંધનનું કારણ બને છે અને વિષયોથી વિરક્ત મન મોક્ષનું કારણ બને છે. સૃષ્ટિનું આ પરમ રહસ્ય છે, જેને અમૃતબિંદૂપનિષમાં પીરસવામાં આવ્યું છે. આ ઉપનિષદ્રનું બીજું નામ બ્રહ્મબિંદૂપનિષદ્ પણ છે. કૃષ્ણ યજુર્વેદથી સંબંધિત આ ઉપનિષદ્રની રચના અજ્ઞાત પૂર્વ મહર્ષિએ કરી છે. પ્રાસાદિક સંસ્કૃતમાં “અનુષ્ટપુ” છંદમાં ૨૫ શ્લોક પ્રમાણ આ ગ્રંથમાં પ્રકૃતિના ગૂઢ રહસ્યોને વણી લેવામાં આવ્યા
છે.
ભાવવિશ્વમાં જો રાગ-દ્વેષના | મન એક ભાવવિશ્વ છે. બાહ્યવિશ્વની તોફાનો છે, તો બાહ્યવિશ્વમાં | પ્રત્યેક ઘટનાનો સંબંધ આ ભાવવિશ્વ સાથે શાંતિ સંભવિત જ નથી. |
હોય છે. ભાવવિશ્વમાં જો રાગ-દ્વેષના તોફાન છે, તો બાહ્યવિશ્વમાં શાંતિ સંભવિત જ નથી. અને જ્યાં શાંતિ નથી, ત્યાં બંધન છે. અધ્યાત્મદષ્ટિ ઘણી સૂક્ષ્મ છે. એક વસ્તુની ચોરી કરવી એ જેમ પાપ છે, તેમ અધ્યાત્મદષ્ટિએ એક વસ્તુ ગમી જવી એ પણ પાપ છે. કારણ કે ચોરીના મૂળમાં પણ ગમવાની વૃત્તિ હોય છે. ચોર “બંધન પામે છે, તેના મૂળમાં તેના ભાવવિશ્વના રાગ-દ્વેષના તોફાન હોય છે. ને આ તોફાનનો આધાર તેનું મન છે...વાય વિષયાસક્...વિષયાસક્ત મન એટલે બંધનનું નિમંત્રણ, ચોરી પણ સૂક્ષ્મ હોઈ શકે છે. અને બંધન પણ સૂક્ષ્મ હોઈ શકે છે. જે વસ્તુ ગમી, એના આપણે ગુલામ થયાં. એ પાસે છે તો આપણે ખુશ, એ પાસે નથી તો આપણે નાખુશ. આપણી લગામ ને આપણું રિમોટ એના હાથમાં. કોઈ એને લઈ ન લે એનો ભય છે. એ તૂટી-ફૂટી ન જાય એનો ગભરાટ છે. એ જતી ન રહે એની ચિંતા છે...પ્રતિઃ સુરધ્વી યિતે ન થ ત | આ બંધન નહીં, તો બીજું શું છે ? આપણે કબૂલીએ કે ન કબૂલીએ... ગમા-અણગમાની સાથે સાથે ભય, ગભરાટ, ચિંતા, તૃષ્ણા વગેરેની વણઝાર અવશ્ય હોય છે. વસ્તુની વિદાયમાં જે શોકનો વિસ્ફોટ થાય છે, એ જ આ વાતને પુરવાર કરે છે. અજ્ઞાનીને જે વસ્તુ કે વ્યક્તિ પાસે એના સુખની આશા છે, એ જ એને વાસ્તવમાં દુઃખ આપતી હોય છે.
३१