________________
જાય છે. એટલું જ નહીં, માંસાહારથી ક્રોધ ઉત્પન્ન થાય છે, જે અનેક રોગોનું કારણ છે.
ડૉ. જોશિયા આલ્ડ ફિલ્ડ (D.C.M.A., M.R.C. L.R.C.P.) સિનિયર ફિઝિસીયન મારગેરેટ હૉસ્પિટલ બ્રામલે) - માંસ અપ્રાકૃતિક ભોજન છે, તેથી એ શરીરમાં અનેક પ્રકારના ઉપદ્રવ કરે છે. માંસાહારી લોકો કેન્સર, ક્ષય, જવર, પેટના કૃમિ વગેરે ભયાનક રોગોથી વધુ પીડિત થાય છે. એમાં કોઈ આશ્ચર્ય નથી, કે માંસાહાર એ ભયાનક રોગોના કારણોમાંથી એક કારણ છે, જે ૧૦૦માંથી ૯૯ ને સતાવે છે.
સિલપેસ્ટર, ગ્રેહમ, ઓ.એસ. ફૌલ્ડર, જે. એફ ન્યૂટન, જે. સ્મિથ, ડૉ. ઓ.એ.અલકર હિડકલેન્ડ, ચીન, લેમ્બ વકાન, ટુજી, ઓલાસ, પેમ્બરટર્ન, હાઇટેલા વગેરે કેટલાય ડૉક્ટરો, કુશલ ચિકિત્સકોએ અનેક પ્રમાણો દ્વારા સિદ્ધ કર્યું છે, કે માંસ-માંછલી ખાવાથી શરીર અનેક રોગોનું ઘર બની જાય છે. જઠરના રોગો, યક્ષ્મા, રાજયક્ષ્મા, મૃગી, પાદશોથ, વાતરોગ, સંધિવાત, નાસૂર વગેરે રોગો ઉત્પન્ન થાય છે. તેમણે પ્રત્યક્ષ જોયું છે કે માંસ-માંછલી ખાવાનું છોડી દેવાથી મનુષ્યના ઉત્કટ રોગ મૂળમાંથી નષ્ટ થઈ જાય છે અને તેઓ હૃષ્ટ-પુષ્ટ થઈ જાય છે.
ડૉ. એસ ગ્રહેમન, ડબ્લ્યૂ એસ. ફૂલર, ડૉ. પાર્મલી લેમ્બ, ક્યાનિસ્ટર બેલર, જે. પોર્ટર, એ. જે. નાઈટ અને જે. સ્મિથ વગેરે ડૉક્ટર પોતે માંસ ખાવાનું છોડી દેવાથી યક્ષ્મા, અતિસાર, અજીર્ણતા અને મૃગી રોગોથી મુક્ત થઈને સબળ અને પરિશ્રમી થયા છે. આ જ રીતે તેમણે અન્ય રોગીઓને માંસ ખાવાનું છોડાવીને સારા તંદુરસ્ત કર્યા છે અને કેટલાય ડૉક્ટરોએ પોતાના પરિવારનો માંસાહાર છોડાવ્યો છે.
ડૉ. કેલોગ-વિજ્ઞાનની દૃષ્ટિએ તપાસ કરવા પ૨ સિદ્ધ થયું છે, કે આ વાત સાવ ખોટી છે, કે ગાયનું માંસ શક્તિ આપે છે. વાસ્તવમાં માંસાહાર નિર્બળતાનો શિકાર બનાવે છે. અને એનાથી જે નાઇટ્રોજીનસ પદાર્થ ઉત્પન્ન થાય છે, તે સ્નાયુજાળ પર ઝેરનું કામ કરે છે.
ડૉ. ડૌગ્લાસ મેકડોનાલ્ડ - માંસાહારથી યુરિક એસિડની વૃદ્ધિ થાય છે, જેનાથી નાસૂરનું દર્દ લાગૂ થાય છે.
५८