________________
અનુસરણ. (૧૫) સ્વજનોને સંયમગ્રહણ માટે સ્વયં પ્રેરણાકરણ અને સહર્ષ સમ્મતિપ્રદાન. સ્વયં પણ યથાશક્તિ પુરુષાર્થ.
(શ્રમણોચિત) (૧) મહાવીરની આજ્ઞાનું પાલન - એક મુદ્દાનો કાર્યક્રમ. (૨) વાચિક | કાયિક પ્રવૃત્તિ મહાવીરને કલંકિત ન કરે, એની પૂર્ણ કાળજી,
(દા.ત.. પારિષ્ઠાપનિકા સંબંધિત પ્રવૃત્તિ) (૩) શુદ્ધ આચારોથી મહાવીરના ગૌરવને વધારવું.
જેમ સાધર્મિક | અન્ય ગૃહસ્થને સહાય કરનાર એના ઘરમાં પોતાની તકતી નથી લગાવતા, તેમ પ્રેરણા દ્વારા નિમિત્ત બન્યા હોઈએ, તેવા જિનાલય | તીર્થના જીર્ણોદ્ધાર-નિર્માણ આદિના કાર્યોમાં તકતી દ્વારા પોતાને હાઇલાઇટ ન કરવા. એમાં પ્રભુ પર ઉપકાર કર્યો હોય એવી વિચિત્ર સ્થિતિ નિર્માણ થાય છે. પ્રભુનું ગૌરવ ઘટે છે. પ્રભુ તો રાજાધિરાજ – ત્રણ લોકના નાથ છે. દેવદ્રવ્યાદિ જે પણ રકમ વપરાઈ એ પ્રભુની જ હતી. પ્રેરણા દ્વારા આપણે સ્વલ્પ નિમિત્ત બન્યા, પણ આપણે ય પ્રભુના જ છીએ પ્રભુના દાસના દાસના દાસ...પશુથી ય પશુ, તો આપણા નામનો સૂક્ષ્મ પણ ઉલ્લેખ કરવામાં, જિનાલયની દીવાલોમાં ભગવાનના ઘરમાં કોતરાવવામાં ઔચિત્ય જણાતું નથી. ઉપાશ્રય, પાઠશાળા વગેરેના કાર્યોમાં પણ પ્રેરક બન્યા પછી પ્રભુના નામને પુરસ્કૃત કરવામાં ઔચિત્ય જણાય છે. સ્વયં અલોપ થવું શક્ય ન જ હોય, તો કમ સે કમ પ્રભુથી ખૂબ નાના સ્વરૂપે પ્રસ્તુત થવું જોઈએ, એવું લાગે છે. પણ “મહાવીર' શોધ્યા ય ન જડે અને સ્વયં વિશિષ્ટ રીતે કે પુનઃ પુનઃ પ્રસ્તુત થવું, એ તો અક્ષમ્ય અપરાધ જેવું લાગે છે.
પત્રિકા | પુસ્તક આદિમાં ય ઉપરોક્ત નીતિ સમજવા યોગ્ય છે. (૭) પોતાના ઉપકારી ગુરુદેવ-મગુરુદેવાદિ પ્રત્યેની તાત્ત્વિક ભક્તિ તેમની
આજ્ઞાના પાલનમાં છે. માટે તેમની ભક્તિ નિમિત્તે પણ “મહાવીર' ગૌણ ન થાય, એ કાળજી રાખવા જેવી છે - ગુરુદેવાદિ અને “મહાવીર' વચ્ચેનું
(૫)
૭
૦