________________
ગુરુનું ‘નામ’ કરવું સારું કે નહીં ?
અનાદિકાળથી જીવને પોતાના નામનો ખૂબ જ મોહ છે. આ મોહ જો દેવ-ગુરુના નામ પર આવી જાય, એને પ્રશસ્ત મોહ કહી શકાય, એને મોક્ષયાત્રાનો પ્રારંભ પણ કહી શકાય. ધન્ય છે એ જીવો, જેઓ પેન તપાસવા માટે સહજપણે દેવ-ગુરુના નામ લખે છે. એટલી જ સહજતાથી કે જેટલી સહજતાથી બીજા જીવો પોતાનું નામ લખે છે. અસ્તિત્વના વિસર્જનની આ સાધના છે જેમાં ‘હું’નો પત્તો જ નથી. ક્યાંય નહીં. જે છે જ નહીં એ ક્યાં દેખાય ? જે પોતાને જ નથી દેખાતો, એ બીજાને ક્યાંથી દેખાય ?
બસ, આ શૂન્યમાં જ આકાર લે છે આગમવચન તદ્દિદ્દી તમ્મુત્તી તળુરા...સાચો સાધક જાણે ‘હોતો’જ નથી. હોય છે માત્ર ગુરુ. સાધક ગુરુના ઈશારે ચાલે એમાં હજી ય ઉણપની અનુભૂતિ થાય છે. ‘ગુરુ જ ચાલે છે’ આ છે સાધનાની પૂર્ણતા. દ્વાદશાર નયચક્રના કાલવાદના પરિપ્રેક્ષ્યમાં કહીએ તો ‘હ્રાત: પતિ ભૂતાનિ’ આમાં સાશંકતા છે. ‘જાત વ પદ્મતે’ અહીં નિશ્ચિતતા છે.
નામ અને રૂપ એ જ સંસાર છે. સિદ્ધદશામાં નામ અને રૂપ નથી, તો સંસાર પણ નથી. નામાધ્યાસ અને રૂપાધ્યાસ (દેહાધ્યાસ) આ બેનો હ્રાસ કરે તે ખરી સાધના, આ બેની પકડમાંથી આત્માને મુક્ત કરે, તે મોક્ષયાત્રા અને આ બેની પકડને મજબૂત કરે તે સંસારયાત્રા...નામરૂપે હિ સંસાર...
પોતાના નામનો મોહ છૂટી જાય અને એ મોહ દેવ-ગુરુના નામ પર આવી જાય. એ અનાદિની અવળી યાત્રાનો એક મહાદુર્લભ વળાંક છે. ‘મને વ્હાલું લાગે પ્રભુ તારું નામ‘-આ વચન હવે વર્તન બને છે. હોઠે ને હૈયે દેવ-ગુરુનું નામ રમે છે. પહેલા જે કદાચ જીવનનો એક ભાગ હતો, એ હવે જીવન બને છે. મહાયોગીના શબ્દોમાં હવે ‘કપટ રહિત થઈ આતમ અરપણા' થાય છે. જેનું સ્વામિત્વ પોતાનું નથી, એના સ્વામિત્વનો દાવો કરવો એ કપટ જ ને ? ‘અ૨પણા’ ક૨વામાં કશું જ જતું નથી. સિવાય અધ્યાસ - ભ્રમ.
દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય છે, એ ન્યાયે આ અર્પણની સામે દેવ-ગુરુ પ્રત્યર્પણ કરે છે. સાધક પૂર્ણસ્વરૂપની પ્રાપ્તિ કરે છે. કંટકન્યાયથી મોહોદ્ધાર કરીને હવે પ્રશસ્ત મોહ પણ વિદાય લે છે. અને સાધક સિદ્ધદશાને પામે છે.
આ પ્રક્રિયામાં એક વળાંક એવો પણ સંભવે કે જેમાં અરપણા એક અલગ
७४