________________
અઢી દ્વીપના ત્રૈકાલિક અનંતાનંત ગુરુઓ...અનંત કેવલજ્ઞાનીઓ..અનંત ચૌદ પૂર્વધરો...અનંત ક્ષમાશ્રમણો...એ બધાનું પ્રતિનિધિત્વ ગુરુ કરે છે. જ્યોત જેમાં અનંત ગુરુઓના ગુણો ઝગમગી રહ્યા છે. કોડિયાના માધ્યમે જ્યોત સુધી પહોંચવાનું છે. જેમાં ગુરુના ગુણો પણ છે અને અનંત ગુરુઓના પણ જ્યોત એટલે આ ગુણો જ્યોત એટલે
ગુરુતત્ત્વ.
આટલું સમજાય પછી એ જ્યોત જ્યાં પણ હોય, એનું અવલંબન કરવામાં કોઈ જ તકલીફ પડતી નથી. એનો ઇન્કાર એ અનંત ગુરુનો પણ ઇન્કાર છે, અને તાત્ત્વિક દૃષ્ટિએ પોતાના ગુરુનો પણ. ગુરુતત્ત્વના સ્વીકાર વિના વાસ્તવિક ગુરુસ્વીકાર શક્ય જ નથી. વૈયિક આકર્ષણનું સ્થાન ગુણોનું આકર્ષણ લઈ લે. મનની જોહુકમીનું સ્થાન ગુર્વજ્ઞા લઈ લે અને દૃષ્ટિરાગનું સ્થાન ગુરુતત્ત્વસમર્પણ લઈ લે, આનું નામ વાસ્તવિક ગુરુસ્વીકાર.
ગુરુસ્વીકારનો મૂળ ઉદ્દેશ ‘હું’ ને ભૂંસવાનો છે, નામાધ્યાસ અને રૂપાધ્યાસમાંથી મુક્ત થવાનો છે. આત્માર્થની દૃષ્ટિએ ગુરુનું નામ કરવાનો અર્થ આ જ હોઈ શકે. પરાર્થદષ્ટિએ પૂર્વોક્ત રીતે બાહ્ય પ્રવૃત્તિ પણ પ્રશસ્ય હોઈ શકે, પણ એ તો આત્મસાધકે સ્વયં આત્મસાક્ષિક નિરીક્ષણ કરવું પડે કે સંવિજ્ઞગીતાર્થને પૂછવું પડે, કે હું કઈ યાત્રા કરી રહ્યો છું ? જે. ૧૫. શંખેશ્વર
- હેમશિશુ આ. કલ્યાણબોધિસૂરિ
વિ.સં. ૨૦૬૯
७६