________________
મોતની તલવારને ભૂલી જવી...એ જીવોનો કેવો મહામોહ છે !
સમજુ વ્યક્તિ જો દેડકાની ભાષામાં વાત કરી શકે, તોએ એને શું કહે ? બહારથી તને શું મળી રહ્યું છે, એ જોવાનું છોડ, અને તું તારું પોતાનું શું ગુમાવી રહ્યો છે, તેની ચિંતા કર. મળી રહ્યું છે ક્ષણિક, ક્ષુદ્ર સુખ અને ગુમાવી રહ્યો છે સર્વસ્વ. જો આ સાપ તને પૂરે પૂરો સ્વાહા કરે, એટલી જ વાર છે. હજી તક છે, તારી એક જ છલાંગ તને મોતના મુખમાંથી બચાવી શકે તેમ છે. શરત એટલી જ કે તું વનસ્પતિની આશંસા છોડી દે.
જ્ઞાનીઓ આપણને આ જ સંદેશ આપી રહ્યા છે. લોભામણા સ્પર્શસુખ, લાલાયિત કરતાં સ્વાદના ચટકા, સુગંધની સ્પૃહા, મોહકરૂપના નશા, ને ગીતસંગીતની મસ્તી આ બધું જ એ વનસ્પતિ જેવું છે, ને તું દેડકા જેવો. સાપ તને દેખાતો જ નથી, કારણ કે એના તરફ તારી પીઠ છે, તારે એને જોવો જ નથી. પણ મને એ દેખાઈ રહ્યો છે. સાપ એટલે ગર્ભાવાસની કાળી યાતના, સાપ એટલે કેન્સર જેવા રોગોની વિડંબણા, સાપ એટલે જીવલેણ અકસ્માતોની પીડા, સાપ એટલે મોત કરતાં ય બદતર ઘડપણ અને સાપ એટલે ફરી ફરી આવતું મૃત્યુ. હજી તક છે તારી પાસે...આત્મસાધનાના માર્ગે છલાંગ લગાવી દે, તો સાપથી મુક્ત થઈ શકે છે. અનંત દુઃખો અને અનંત મૃત્યુથી હંમેશ માટે છૂટકારો, શરત એટલી જ...ક્ષણિક અને ક્ષુદ્ર ભોગસુખને લાત મારી દે.
જ્યાં સુધી દેડકો વનસ્પતિથી વિમુખ ન થાય, ત્યાં સુધી એને સાપનું દર્શન પણ થવું શક્ય નથી, તો છલાંગ તો ક્યાંથી શક્ય બને ? રાજાએ વનસ્પતિને તો જોઈ જ હતી. આજે સાપ પણ જોઈ લીધો. જે ભોગસુખો આનંદદાયક લાગતા હતાં, તેમની દુ:ખદાયકતા બહારથી તને શું મળી પરખાઈ ગઈ અને રાજાએ સમગ્ર રાજ્યનો ત્યાગ કરીને રહ્યું છે ? એ જોવાનું આત્મસાધનાના પુનિત પંથે પ્રયાણ કર્યું. શ્રામણ્યના પરિશુદ્ધ છોડ અને તું તારું પાલનના પ્રભાવે એ જ જીવનના અંતે પરમપદને પ્રાપ્ત પોતાનું શું ગુમાવી રહ્યો છે, તેની ચિંતા કરી લે.
કર્યું.
ઉપદેશ કરતાં પણ ઉદાહરણ વધુ અસરકારક હોય છે. આવા લગભગ ૮૨ ઉદાહરણોથી સમૃદ્ધ એક અદ્ભુત ગ્રંથ એટલે સંવેગરંગશાળા. આજથી ૯૪૪ વર્ષ પૂર્વે શ્રીજિનચંદ્રસૂરિ મહારાજે આ ગ્રંથની રચના કરી હતી. જેવું નામ એવા ગુણ...સંવેગરસની સાક્ષાત્ રંગશાળા છે આ કૃતિ. સંવેગ એ સાધનાજીવનનું હાર્દ
१४८