________________
ગુમાવી દીધું છે, એમને સુખી શી રીતે કહી શકાય ? પ્રેમાળ પરિવાર ને નિઃસ્વાર્થ સ્નેહીઓનું સુખ, જે ગ્રામીણ સામાન્ય માનવને ય સુલભ હોય છે, એનાથી ય વંચિત વ્યક્તિ સુખી શી રીતે ઠરી શકે ? અપહરણ અને અપમૃત્યુની આશંકાઓ જેને મોત સુધી મારતી રહે છે, એના જેવો દુઃખી બીજો કોણ હોય ? ‘કામ’ના ક્ષેત્રે ખૂબ ખૂબ પ્રગતિ (?) કરી ચૂક્યા હોય, એમના જીવનમાં દષ્ટિપાત કરો, તો ‘સુખ’ વિષેનો અભિપ્રાય ચોક્કસ બદલાઈ જાય. પારિવારિક સુખ-શાંતિનું સત્યાનાશ થઈ ગયું છે...યા તો પરિવાર-લાગણી-નિર્મળ પ્રેમ જેવું કોઈ તત્ત્વ જ રહ્યું નથી...ગુપ્ત રોગોએ શરીરને ઘેરી લીધું છે...વાસનાની પૂર્તિ અશક્ય બની છે...કામનાની વાળાઓ જીવતાં જ સળગાવી રહી છે. પુરાણો અને સ્મૃતિઓમાં કહ્યું છે ને - न जातु कामः कामानामुपभोगेन शाम्यति । हविषा कृष्णवर्त्मेव, भूय एवोपवर्धते ॥
કામોપભોગથી કામનાની શાંતિ થવી શક્ય જ નથી. ભોગ, એ તો અગ્નિમાં આપેલી આહૂતિ છે, જે અગ્નિને માત્ર ભડકાવી શકે છે. જરૂર આટલી જ છે, જ્યાં પહોંચવું છે, ત્યાં પહોંચી ગયેલાને જોઈ લઈએ, પછી યાત્રા સ્વયં પૂર્ણવિરામ બની જશે. સુખ સંપત્તિમાં પણ નથી અને સંભોગમાં પણ નથી. સુખ તો છે માત્ર ને માત્ર સંતોષમાં.
सुहाई संतोससाराई
‘સંવેગરંગશાળા’નું ઉદ્દેશ્ય સંવેગરસના માધ્યમે સમગ્ર વિશ્વને સંતોષનું પરમ જે સુખના મૂળમાં સંવેગ સુખ આપવાનું છે. ૧૦,૦૫૩ ગાથા પ્રમાણ આ વિરાટકાય પ્રાકૃત મહાકાવ્યમાં જીવન જીવવાની નથી, એ સુખ વાસ્તવમાં કળા પણ છે અને મૃત્યુને મહોત્સવ બનાવવાની સુખ જ નથી. દુનિયા એટલે કુશળતા પણ છે. જેનું જીવન જંગલ જેવું હોય, તે જ દુ:ખી છે, કે એની પાસે પળે પળે મૃત્યુ પામે છે. જીવન મંગલ બને, પછી
સંવેગ નથી.
તો મૃત્યુ પણ મહોત્સવ બની જાય છે. પૂર્વમહર્ષિઓએ જીવનને મંગલ બનાવવાની કળા સ્વયં આત્મસાત્ કરી હતી અને પરમ કરુણાથી એ જ કળાને આવા અદ્ભુત ગ્રંથોના માધ્યમે અમર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આવા ગ્રંથોનું પરિશીલન એ મહર્ષિઓનો શક્તિપાત છે. આજે પણ અનેક સાધકો મૂળ ગ્રંથ અને ગુજરાતી
१५०