________________
આપણા પૂર્વ મહર્ષિઓએ ઇન્દ્રજાળની આ ઘટનાની સમાંતર જ સમસ્ત સંસારના પ્રવર્તક કારણનું ચિંતન કર્યું છે, જે ચિંતનનું નવનીત આત્મોપનિષદ્ નામના ગ્રંથમાં ઉપલ્બધ થાય છે.
सत्यत्वेन जगद्भानं, संसारस्य प्रवर्तकम् ।
असत्यत्वेन भानं तु, संसारस्य निवर्तकम् ॥
જગત સત્ય છે, એવી પ્રતીતિ સંસારનું પ્રવર્તક કારણ છે. જગત અસત્ય છે, એવી પ્રતીતિ સંસારની નિવર્તક બને છે.
અજ્ઞાત પૂર્વ મહર્ષિએ આત્મોપનિષદ્ ની રચના કરી છે. આ ગ્રંથ અથર્વવેદ સાથે સંબંધ ધરાવે છે. સંસ્કૃત ભાષામાં રચાયેલ આ ગ્રંથમાં ‘અનુષ્ટુપ્’ છંદમય શ્લોકો છે, તો ગદ્ય-અંશ પણ છે, જેનું કુલ પ્રમાણ ૪૩ શ્લોક જેટલું થાય છે. આત્મોપનિષદ્દ્ન તત્ત્વ જેટલું ગહન છે, એટલું જ સચોટ છે, અને સમજવા પ્રયાસ કરીએ, તો ઘણું સરળ પણ છે....સત્યેન જ્ઞાનમ્...રાજા ગભરાયા ને દોડ્યા, કારણ કે જે સત્ય ન હતું, એને તેમણે સત્ય માની લીધું હતું. આખા સંસારની બધી જ ચેષ્ટાઓ - હર્ષ, શોક, હાસ્ય, રુદન, ભય, કંપ, દોટ - આ બધાનું પ્રવર્તક પણ આ જ છે.
અહીં તર્ક થઈ શકે છે, કે ‘ઇન્દ્રજાળ અસત્ય હતી, પણ જગત તો સત્ય છે.’ ભલે, અડધી વાત સુધી તો પૂર્વ મહર્ષિ અને આપણે સાથે જ ઊભા છીએ. હવે જવાબ આપો, કે ઇન્દ્રજાળ અસત્ય કઈ રીતે ? ખોટી છે માટે ? તો ખોટી શી રીતે ? માયા છે માટે ? તો માયા કઈ રીતે ? જે દેખાય છે, સંભળાય છે, અનુભવાય છે, તે ખોટું શી રીતે હોઈ શકે ? છેલ્લે તો એમ જ કહેવું પડશે, કે જે દેખાયું, સંભળાયું ને અનુભવાયું, એમાંથી પછી કશું જ ન હતું, માટે એ ખોટું હતું.
નાનો બાળક શિષ્ય કે નાટકના કરુણ દૃશ્યો જોઈને રડે છે, ત્યારે તેની માતા એને સમજાવે છે - ‘બેટા, તું રડ નહીં, આ બધું ખોટું હોય.’ ફિલ્મમાં નાયકનું મૃત્યુ દેખાય છે, સંભળાય છે, અનુભવાય છે, પણ એ ખોટું છે, કારણ કે કેમેરાની સ્વીચ ઑફ થાય, પછી તેવું હોતું નથી. ઇન્દ્રજાળ હોય કે ફિલ્મ હોય, નાટક હોય કે સ્વપ્ન હોય, એ બધું ખોટું છે, કારણ કે પછી તેવું હોતું નથી. સૃષ્ટિનું આ સર્વસમ્મત સત્ય છે, કે જે સ્થિર નથી, તે સત્ય નથી. હવે આ જ સત્યના માપદંડથી જગતને અને જીવનને માપવાનું છે. શું જગત સત્ય છે ? કેમ સ્વપ્ન સ્થિર નથી તેમ જગત પણ સ્થિર નથી. જેમ
१४४
સ્થિર નથી,
એ સત્ય નથી.