________________
जो जहवायं न कुणइ, मिच्छदिट्ठी तओ हु को अन्नो ? । वड्ढेइ य मिच्छत्तं, परस्स संकं जणेमाणो ॥५०४॥
જે જેમ કહ્યું - પ્રતિજ્ઞા કરી, તે મુજબ કરતો નથી. તે જ તો મિથ્યાષ્ટિ છે. બીજાને ય શંકા જન્માવીને તે મિથ્યાત્વવૃદ્ધિ કરે છે. વિમવંવિધ તેષાં થ: ?- શું એમનો ધર્મ આવો હશે? શું મહાવીરે આવા આચારનો ઉપદેશ આપ્યો હશે ? “મની દિ થવાનોડચથીરિપ:' આ લોકો પ્રતિજ્ઞા અલગ કરે છે, ને કરે છે અલગ. આમ તો કહેવાય છે કે સાધુ ઇલેકટ્રીક સાધનો વગેરે ન વાપરે, ને અહીં તો જુદું જ દેખાય છે. માટે આ ધર્મ જ બરાબર નથી લાગતો. આ પરિસ્થિતિ મહાવીર
પ્રત્યેના દ્રોહની સ્થિતિ છે. (૧૪) મહો. શ્રીયશોવિજયજી મહારાજા પ્રભાવનાની વ્યાખ્યા કહે છે.
જિનશાસન ગુણવર્ણના, જેહથી બહુ જણ હુંતા. કિજે તેહ પ્રભાવના, પાંચમું ભૂષણ ખંત . આ વ્યાખ્યાનુસારે આચારશૈથિલ્યથી થતી કહેવાતી પ્રભાવના એ પૂર્વોક્તાનુસારે જનનિંદાપર્યવસિત હોવાથી અપભ્રાજના છે અને શુદ્ધાચારચુસ્તતા એ અહોભાવાદિનું કારણ હોવાથી શાસનની પ્રભાવના છે.
મહાવીરના માર્ગની યશવૃદ્ધિ છે. મહાવીરની તાત્ત્વિક ભક્તિ છે. (૧૫) છાપા અને પૂર્તિઓમાં શું આવે છે, એ ગૃહસ્થો સારી રીતે જાણતા હોય છે.
સંયમીઓને એમાં રત જોઈને તેઓ અધર્મ-શાસન પ્રત્યે અબહુમાન પામે છે. મુમુક્ષુ-અન્ય દીક્ષિતો વગેરે પણ ધીમે ધીમે કુતુહલ રસ ધરાવતા થાય છે. અને આ રસ ક્યાં જઈને અટકે એનો ભરોસો નથી. પાંચમા આરાના વક્ર જડ. જીવો બહુધા ગુરુવચનનું નહીં, પણ ગુરુનું જ અનુકરણ કરતાં હોય છે. સ્વાધ્યાય-સંયમવ્યુચ્છેદક + અપભ્રાજનાકારક આ હાનિની સામે બીજો (વાંચનજનિત) બલવત્તર લાભ જણાતો નથી.
७३