________________
અંતર અને ઉપકૃત-ઉપકારક ભાવ પણ યાદ રાખવા જેવો છે. ઉપરોક્ત મુદ્દાઓ કલ્પિત નથી. શાસ્ત્રોમાં તક્તી વગેરેની વાત ન હોવા છતાં સાધ્વાચાર-સામાચારીના નિરૂપણમાં ગુરુની પહેલા પ્રભુને પુરસ્કૃત કરવાની વાત કહી છે, અને એમ ન કરવામાં આશાતના અને પ્રાયશ્ચિત્તનો નિર્દેશ કર્યો છે. गुरुबलियत्तमईए, जो उ जिणासायणं कुणइ मूढो । सो गुरुतरपच्छित्तं, पावइ जमिणं सुए भणियं ॥ तित्थयर पवयण सुअं, आयरिअं गणहरं महिड्डीअं । आसायंतो बहुसो, अभिणिवेसेण पारंची ।
(જુઓ ગુરુતત્ત્વવિનિશ્ચય - ત્રીજો ઉલ્લાસ - ગાથા ૯ થી ૧૨) (૯) મોબાઈલ, લેપટોપ વગેરે સાધનો મહાવીરના શાસનદેહના ઉત્તમાંગ
(મસ્તકસમાન-શ્રમણસંસ્થા)ને ફોલી ખાતા કીડાઓ છે. જેમણે એને ફોલી ખાવાનું કયારનું ય શરૂ કરી દીધું છે. સંયમવિરાધના અને પ્રવચનવિરાધનાના આ પ્રબળ નિમિત્તો છે, માટે તેમને સ્વરૂપતઃ શાસનશત્રુ સમજીને -
મહાવીર પ્રત્યેનીક સમજીને ધૃણા સાથે તેમનાથી દૂર રહેવા યોગ્ય છે. (૧૦) શુભાશય - શાસનના કાર્ય આદિ આલંબનથી પણ આ સાધનોનો ઉપયોગ
અનુબંધ, અનવસ્થા, આદિ દ્વારા સરવાળે યોગબિંદુના - તારી થાત્ સ નિયમ, તપી વેતિ યો નઃ: - આ ન્યાયનો વિષય બને કે નહીં, એ
મધ્યસ્થ ગીતાર્થો પાસેથી જાણવા જેવું છે. (૧૧) જે કાર્ય માટે મોબાઈલ આદિનો ઉપયોગ, ફંડ-ફાળા વગેરેની અનિવાર્યતા
હોય, એ કાર્યનો ત્યાગ કરવામાં શાસનનું વધુ મોટું કાર્ય સમાયેલું છે, કારણ કે એ અનિવાર્ય કારણોથી સંયમ, સ્વાધ્યાય, સૂત્રાર્થપોરસી, શૈક્ષાનુશાસન વગેરે પણ સીદાઈ રહ્યાં છે, અને ગૃહસ્થો પણ મોટા પ્રમાણમાં અધર્મ પામી રહ્યા છે. વિશિષ્ટ લબ્ધિઓના ધારક મહાત્મા પણ દ્વિષ્ટ રાજાના સંઘ પર ઉપદ્રવ વગેરે આગાઢ કારણ સિવાય જીવનભર કદી એ લબ્ધિઓનો ઉપયોગ કરતાં નથી, એવો શ્રમણાચાર છે. પંચવટુકમાં પૂ. હરિભદ્રસૂરિ મહારાજા કહે છે -
७१