________________
(નમ્ર વિનંતિ - આ લખાણ વાંચી સ્વજીવનમાં આદરવા પ્રયત્ન કરી શકો, તો સારું છે, પણ આ વિધાનો દ્વારા અન્યને માપવા જતાં પહેલું નુકશાન તો પોતાના આત્માને જ થશે, માટે એવું ન કરવા વિનંતિ)
કૃતજ્ઞતાની ઉર્મિ
(શ્રાવકોચિત) “હું મહાવીરનો. મારું બધું મહાવીરનું મહાવીરના ઉપકારોના પહાડોના પહાડો નીચે હું દબાયેલો...આમાં મારું અસ્તિત્વ શું ? હું છું જ નહીં. બસ, મહાવીર છે. જે છે એનું છે.” આટલી ઉર્મિ સતત જીવંત હોય, પછી આ કૃતજ્ઞતા આ રીતે સહજ સક્રિય બને – (૧) સૂતાં-ઉઠતાં, ખાતાં-પીતાં પૂર્વે ભાવથી પ્રભુને વંદના. (૨) અવકાશની પળોમાં પ્રભુના ઉપકારનું ચિંતન. (૩) આવકમાંથી પ્રભુના સંઘ માટે ઉચિત ભાગ. (૪) નામ આવે એવા દાનમાં સ્વયં અલોપ થઈને મહાવીરનું પુરસ્કરણ. (૫) દેરાસર, પેઢી, પાઠશાળા, ઉપાશ્રય આદિના કર્તવ્યોમાં ઉમળકો. (૬) હોસ્પિટલ, સ્કુલ વગેરેમાં દાન આપ્યું હોય તો ત્યાં મહાવીરની પ્રતિમાનું
સ્થાપન, સંયમીઓ – જૈનો માટે સુવિધા-રાહતની માંગણી. (૭) પ્રભુના વરઘોડા-ભક્તિ અનુષ્ઠાન આદિમાં ઉછળતા ઉલ્લાસથી ઓતપ્રોતતા. (૮) પ્રભુના અનુયાયીને શોભે એવા વેષને ધારણ. (૯) ઘરમાં પગ મુકનારી વ્યક્તિ એક જ મિનિટમાં મહાવીરમય બની જાય એવો
માહોલ. (૧૦) દુનિયામાં જ્યાં પણ જાય, ત્યાં મહાવીરના અનુયાયિત્વની ખુમારી. (૧૧) રોગ-ગરીબી વગેરેથી ગ્રસ્ત સંયમી - શ્રાવકોની વિશેષ કાળજી. (૧૨) દુનિયા આખી મહાવીરને જાણે અને અનુસરે એવી ઝંખના. (૧૩) અનુકૂળતા સંયોગાનુસાર સાંસારિક મહત્તમ નિવૃત્તિ લઈ શાસનની મહત્તમ
પ્રવૃત્તિ. (૧૪) શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથોના માધ્યમે જિનાજ્ઞાનું જ્ઞાન અને તેનું વધુ ને વધુ