________________
Come On, It's evening
- પ.પૂ. આ. શ્રીકલ્યાણબોધિસૂરિજી અંધારું ઘેરાવા લાગે, એ દિવસની સાંજ છે. પાણી ઓસરવા લાગે, એ દરિયાની સાંજ છે. યૌવન કરમાવા લાગે, એ જીવનની સાંજ છે. સાંભળનારા બહેરા થવા લાગે, એ આદેયતાની સાંજ છે. કમાણી ઘટવા લાગે, એ સંપત્તિની સાંજ છે. તંદુરસ્તી ઓગળવા લાગે, એ આરોગ્યની સાંજ છે. સ્વાર્થ વધવા લાગે, એ મિત્રતાની સાંજ છે.
જો સાંજ પડી જ ગઈ છે, તો એને સ્વીકારી લેવા કરતાં વધુ સારો કોઈ વિકલ્પ જ નથી. હું લખવા બેઠો છું. ઘણું લખી નાખવું છે. ફુરણાઓ થઈ રહી છે. હાથ ઝપાટાબંધ ચાલી રહ્યો છે. પણ કુદરતના ક્રમને મારી ધારણાનું કોઈ બંધન પણ નથી, ને પરવા પણ નથી. સાંજ પડી ગઈ છે. પ્રકાશ ઓસરી રહ્યો છે મારી ધારણામાં છું, પણ વાતાવરણ આખું ય બદલાઈ ગયું છે. લખાણનું દશ્ય ઝાંખુ થઈ રહ્યું છે. હાથ ચાલી રહ્યો છે ને થોડી જ વારમાં અંધકારનું સામ્રાજ્ય છવાઈ જાય છે.
મારે તો ઘણું ઘણું લખવું હતું. તો હવે શું કરવું? હજી ધૃષ્ટતા કરીને લખવું? કે અંધકાર સાથે લડવું ? કે સર્યને ગોતવા જવાની મુર્ખતા કરવી ? શ્રેષ્ઠ વિકલ્પ છે - સાંજનો સ્વીકાર. જે છે. એ છે. સવાર હતી ત્યારે જેમ સવારનું કાર્ય કર્યું. એમ સાંજે સાંજનું કાર્ય કરવામાં જ શાણપણ છે. કારણ કે સાંજે કદી સવાર પડતી જ નથી. સાંજે સવારનું કાર્ય કરવાના દુરાગ્રહમાં ધૃષ્ટતા છે, સંક્લેશ છે, નિષ્ફળતા છે ને મૂર્ખતા છે. પરમ પાવન શ્રીદશવૈકાલિક સૂત્રનું સુવર્ણવચન છે - #ને #ન સમાયરે - જે કાળ છે, એ કાળને ઉચિત આચરણ કરવું.
સાંજ પડશે જ એવો વિશ્વાસ અને સાંજને સમજવાની + સ્વીકારવાની ક્ષમતા એ સમાધિનો રાજમાર્ગ છે, ને એક માત્ર માર્ગ છે. જે આ માર્ગ પર છે, એ દરેક વિષમ પરિસ્થિતિમાં ય સુખ-શાંતિ-સમાધિને અકબંધ રાખી શકે છે, કારણ કે એ એક g ausziel talladat risul a 9 - come on, It's evening.
६७