________________
તારું શાસન મારો શ્વાસ
ગુરુદેવે પુસ્તક વાંચવા આપ્યું. સિંહપુરુષ. ડૉ. શરદ ઠાકરની કલમે ‘વીર સાવરકર' ઉપર ઉપન્યાસ. વાંચતો ગયો ને રડતો ગયો. દિવસે વાંચતા વાંચતા રડ્યો. રાતે અનાયાસપણે આવતી એની સ્મૃતિઓથી રડ્યો. માત્ર રડ્યો નથી. દાયો પણ છું, સળગ્યો પણ છું, ને મંથનના માર્ગે આગળ વધતાં વધતાં એ પ્રદેશમાં પહોંચ્યો છું, જયાં મારા અશ્રુઓના ગુણાકાર થયાં છે, તે પ્રયાસ કરવા છતાં હીબકાઓનાં અવાજને હું રોકી શક્યો નથી.
ઉપન્યાસના અંતે લેખકે હૈયાવરાળ કાઢી છે કે “શું વીરસાવરકરનું બલિદાન, સમર્પણ, સાધના, શૌર્ય અને સમાતીત સહનશીલતા એ માટે હતી કે ભ્રષ્ટ નેતાઓ લાંચ-કૌંભાડોમાંથી ઊંચા ન આવે ?' એક યુવાન બેરિસ્ટરે જેના માટે પોતાનો પરિવાર, પૈસો, શરીર, કારકિર્દી અને સમગ્ર જીવન હોમી દીધું, એ દેશે એને શું આપ્યું? સમર્પણનું એક શ્રેષ્ઠ ઉદાહરણ સાવરકર ચોક્કસ હતાં. પણ આધ્યાત્મિક પરિપ્રેક્ષ્યમાં કે તાત્ત્વિક પરિપ્રેક્ષ્યમાં સમર્પણનું સ્થાન શું હોવું જોઈએ ?
મંથનના મિનારેથી દષ્ટિપાત કરતાં લાગે છે કે મારા માટે માતૃભૂમિ કે માતા જે કહો એ “મહાવીર’ છે. એ મહાવીર, જેમણે વીશ સાગરોપમો પૂર્વે મારા હિતની પરાકાષ્ઠાની ભાવના ભાવી હતી, એ મહાવીર, જેમને અનંત કાળ પહેલા ય પરાર્થનું વ્યસન હતું, એ મહાવીર, જેમના આ વ્યસને મને અસંખ્ય કે અનંત વાર લાભાન્વિત કર્યો છે. એ મહાવીર, જેમણે નંદન રાજકુમારમાંથી નંદન રાજર્ષિ બનીને એક લાખ વર્ષ સુધી માસખમણના પારણે માસખમણ કર્યા, એ મહાવીર જેમના ૧૧,૮૦,૬૪૫ જેટલા એ અધધધ માસખમણોની પાછળ મારા કલ્યાણનો ઉદેશ્ય હતો. એ મહાવીર, જેમણે મને તારવા છત્રિકા નગરીના સામ્રાજ્યને લાત મારીને વન-વગડાનાં કષ્ટોને વધાવી લીધાં હતા, એ મહાવીર, જેમણે રાજવી ભોગોને ઉચિત કોમળ કનકવર્ગી કાયાને કઠોર-ઉઝ-ઘોર તપ દ્વારા હાડપિંજરમાત્ર અને કોલસાસમાન બનાવી દીધી. એ મહાવીર, જે પ્રાણત - “કલ્પ'ના કલ્પનાતીત દિવ્યસુખોના પ્રલોભનો વચ્ચે ય નિર્લેપભાવે મને તારવાના અવસરની પ્રતીક્ષા કરતાં રહ્યા એ મહાવીર, જેમણે પોતાના એક-એક કલ્યાણકના અવસરે મને શાતા આપી છે, કદાચ, હું નરકમાં હતો, તો પણ. એ મહાવીર, જેમણે મને ચોર્યાશી લાખ