________________
માઇગ્રેન, ઇન્ફેક્શનથી થતાં રોગો, સ્ત્રીઓના માસિકધર્મ સંબંધી રોગો પણ માંસાહારીઓમાં જ વધુ જોવા મળે છે.
તો આ છે દુનિયાભરના ડૉક્ટરો, વૈજ્ઞાનિકો અને આરોગ્ય નિષ્ણાતોના અભિપ્રાયો અને અનેક સર્વેક્ષણોના પરિણામો, જેઓ વાસ્તવમાં આપણા પ્રાચીન શાસ્ત્રોનું જ સમર્થ કરે છે. આપણા શાસ્ત્રો પણ આ જ વાત કરે છે હિંસાથી દુઃખ મળે છે અને અહિંસાથી સુખ મળે છે. યોગશાસ્ત્રમાં કહ્યું છે
दीर्घमायुः परं रूप - मारोग्यं श्लाघनीयता ।
अहिंसायाः फलं सर्वं किमन्यत् कामदैव सा ।
દીર્ઘ આયુષ્ય, અત્યંત સુંદર રૂપ, આરોગ્ય અને પ્રશંસનીતા - આ બધું અહિંસાનું ફળ છે. ખરેખર, અહિંસાથી બધી જ મનોકામનાઓ પૂરી થાય છે.
દુનિયામાં કેટલાય લોકો એવા છે, જેઓ જીવદયાની દૃષ્ટિએ માંસાહારનો ત્યાગ કરે છે. કેટલાય લોકો એવા છે, જેઓ આરોગ્યની દૃષ્ટિએ માંસાહારનો ત્યાગ કરે છે. બાકીના લોકો અજ્ઞાનને કારણે માંસાહાર કરે છે, અને ઉપરોક્ત રોગોના ભોગ બનીને દુઃખી થઈ જાય છે. આવા લોકો પોતે જ માંસાહાર-ત્યાગના મૂક ઉપદેશક છે. આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે આખું વિશ્વ માંસાહારના ત્યાગના પક્ષે જ રહેલું છે.
(આ લેખનો પોસ્ટર, પેમ્પ્લેટ વગેરેના રૂપે જાહેર સ્થાનો, હૉસ્પિટલ, મેડિકલ સ્ટોરો વગેરેમાં પ્રચાર કરવા વિનંતિ.)
६२