________________
આરોગ્યવિદ્યા
આચાર્ય કલ્યાણબોધિ શું ખાવું? વેજ કે નોનવેજ
વૈજ્ઞાનિક દૃષ્ટિથી ભોજન વિચાર વિજ્ઞાન કહે છે કે કોઈ પણ વ્યક્તિએ પોતાને અનુરૂપ ભોજનની પસંદગી કરવા માટે પોતાની પ્રકૃતિ અને શરીરરચનાનો વિચાર કરવો જોઈએ. મનુષ્યની બાબતમાં વિચાર કરીએ, તો એના દાંત માંસાહારી પ્રાણીઓના દાંત સાથે બિસ્કુલ મળતા નથી. મનુષ્યના વચ્ચેના બે દાંત બાકીના દાંતો સાથે એક જ વારમાં હોય છે. પણ માંસાહારી જીવોને જે આગળના બે મોટા દાંત હોય છે, તે બીજા દાંતો કરતા ધારદાર અને આગળની તરફ નીકળેલા હોય છે. એમનો પંજો અને નખો ‘તેજ હોય છે. એમના જડબા માત્ર ઉપર-નીચે ચાલે છે. તેઓ પોતાના આહારને ગળી જાય છે. એમની જીભ ખરબચડી હોય છે. તેઓ જીભથી પાણી પીવે છે. એમના આંતરડાં નાના હોય છે. એમનું હૃદય અને કિડની બીજાની અપેક્ષાએ મોટા હોય છે. એમની લાળમાં હાઇડ્રોક્લોરિક અમ્લ હોય છે. મનુષ્યની શરીરરચના આનાથી બિસ્કુલ અલગ છે. એમની શરીરરચના શાકાહારી પ્રાણીઓથી મળે છે. શાકાહારી પ્રાણીઓના દાંત અને નખ ધારદાર નથી હોતા. એમના જડબાં બધી દિશાઓમાં ખુલે છે. તેઓ પોતાના આહારને ચાવે છે. તેમની જીભ ચીકણી અને સ્નિગ્ધ હોય છે. તેઓ હોઠથી પાણી પીવે છે. તેમના આંતરડાં મોટા હોય છે. એમનું હૃદય અને કિડની નાના હોય છે. એમની લાળમાં ક્ષાર (અલ્કલાઈન) હોય છે.
પ્રકૃતિએ સ્વયં મનુષ્યને શાકાહારી અસ્મિતા આપી છે. મનુષ્યના શરીરની રચના પણ તદનુરૂપ કરી છે. જો મનુષ્ય પોતાની પ્રકૃતિ અને શરીર રચનાથી વિપરીત ભોજન કરે, તો એના શરીર પર દુગ્ધભાવ પડે જ. તો ચાલો, હવે જોઈએ કે વિશ્વના પ્રતિષ્ઠિત વિજ્ઞાની અને ડૉક્ટર પોતાના સંશોધન અને અનુભવથી શું કહે છે ? ૦ ડૉ. કિંસ્ફોર્ડ અને હેગ-માંસ ખાવાથી દાંતોને હાનિ પહોંચે છે, સંધિવાત થઈ