________________
is just & bowntiful who ordaineth that man shall live by fruits, grains & seeds of the earth alone.
મારા શિષ્યો ! તમે લોહી વહેવડાવવાનું છોડી દો. અને પોતાના મુખમાં માંસ ન નાખો. ઈશ્વર ખૂબ દયાળુ છે. એમની આજ્ઞા છે કે મનુષ્યોએ પૃથ્વી પર ઉત્પન્ન થતા ફળ અને અન્નથી જીવન નિર્વાહ કરવો.
(૧૦) ઇસ્લામ ધર્મ - આ ધર્મમાં દયાનો ઘણો મહિમા છે. પૈગમ્બર મહમ્મદ સાહેબે પવિત્ર ગ્રંથ હદીસમાં કહ્યું છે -
રૂ, મનન બર્વે યમ મુમાન “દુનિયાવાળા પર તમે દયા કરો, કારણ કે ભગવાને તમારા પર ઘણી મહેરબાની કરી છે.” કુરાન શરીફમાં સૂરે બકરમાં હજના વર્ણનમાં લખ્યું છે - જાનવરોને મારવા અને ખેતીનો વિનાશ કરવો, એ જમીનમાં ખરાબી ફેલાવવા જેવું છે અને અલ્લાહ ખરાબીને પસંદ નથી કરતાં –
वैजा तवल्ला साआ फिर अरदे ल्युक सिद फीहा ।
व युह लिकल हरसा बन्नस्ल वल्लाहो ला युहिबुल फसादा । કુરાનમાં એમ પણ કહ્યું છે, કે જે બધા પર રહમ (દયા) કરે છે, તે રહીમ છે. માટે બધાં પ્રાણીઓ પર દયા કરો. ખુદા એક નાની કીડી કે રેતના નાના કણ જેટલો પણ જુલમ પણ કોઈની ઉપર ઇચ્છતા નથી. (નિસાઅની ૪૦મી આયાત)
લંડન મસ્જિદના ઈમામ અલ હાફિજ બશીર અહમદ મસરીએ પોતાના પુસ્તક - “ઇસ્લામિક કંસર્ગ અબાઉટ એનીમલ્સ'માં મજબહના હિસાબે પશુઓ પર થતાં અત્યાચારો પર દુ:ખ પ્રગટ કરતાં પાક કુરાન મજીદ અને હજરત મહમ્મદ સાહેબના વચનની સાક્ષી આપતાં કહ્યું છે, કે કોઈ પણ જીવ-જંતુને કષ્ટ આપવું, એમને શારીરિક કે માનસિક પીડા આપવી, કે ત્યાં સુધી કે પક્ષીઓને પણ પાંજરામાં પૂરવા, એ પણ ગુનો છે. ઇસ્લામ તો વૃક્ષોને કાપવાની પણ રજા આપતું નથી, એવું પણ તેમણે કહ્યું છે.
ઈમામ સાહેબે પોતાની પુસ્તકના પૃષ્ઠ ૧૮ પર હજરત મહમ્મદ સાહેબનું વચન આ રીતે કહ્યું છે - જો કોઈ મનુષ્ય નિર્દોષ ચકલીને પણ મારે છે, તો એણે ખુદાને તેનો જવાબ દેવો પડશે. અને જે કોઈ પક્ષી ઉપર પણ દયા કરીને તેને જીવન આપે છે. તો અલ્લાહ એના પર કયામતના દિવસે દયા કરશે.