________________
ઈમામ સાહેબ પોતે પણ શાકાહારી છે અને બધાને શાકાહારી બનવા માટે પ્રેરણા કરે છે.
(૧૧) જૈન ધર્મ આ ધર્મમાં સમસ્ત વિશ્વમાં વ્યાપ્ત જીવોનું છ પ્રકારોમાં વિભાજન કરવામાં આવ્યું છે. જેમાં મનુષ્યથી માંડીને કીડી અને પૃથ્વી, જળ વગેરે સુધીના જીવોની રક્ષાનો સૂક્ષ્મ ઉપદેશ આપવામાં આવ્યો છે. અહિંસા આ ધર્મનો મુખ્ય સિદ્ધાન્ત છે. કોઈને એવું વચન કહેવું, કે જેનાથી એ પીડિત થાય, કે કોઈનું ખરાબ વિચારવું, એને પણ આ ધર્મમાં હિંસા કહી છે. આ ધર્મમાં પશુઓને બાંધવા
કે વધારે ભાર લાદવાને પણ પાપ માનવામાં આવે છે. ત્યાં માંસાહારનો તો સવાલ જ ઊભો નથી થતો. યોગશાસ્ત્રમાં કહ્યું છે
नरकाध्वनि पाथेयं कोऽश्नीयात् पिशितं सुधीः ?
-
-
માંસ તો નરકના માર્ગનું પાથેય છે, કયો ડાહ્યો માણસ એને ખાવા ઇચ્છે ? આ રીતે આપણે જોઈ શકીએ છીએ, કે બધાં ધર્મોએ જીવદયાનો ઉપદેશ આપ્યો છે અને માંસાહારનો નિષેધ કર્યો છે. જેઓ પોતાનું કલ્યાણ ઇચ્છતાં હોય, તેમનું કર્તવ્ય છે, કે આ ઉપદેશનું દૃઢતાપૂર્વક અનુસરણ કરે.
(વિનંતિ - આ લેખનો પેમ્પ્લેટ / પોસ્ટર રૂપે પ્રચાર કરીને જીવદયાનો અણમોલ લાભ મેળવવા જેવો છે.)
५६