________________
લીધો. પરિવાર ઉપર જાણે વીજળી તૂટી પડી. કરુણ કલ્પાંતે આખી સોસાયટીને ગુંજવી દીધી. સાંજે સ્મશાનેથી પાછા આવ્યા, ત્યારે ઘરે કોઈ રિઝલ્ટની માહિતી આપી ગયું હતું. આપઘાત કરનાર એ વિદ્યાર્થીને ૯૧% આવ્યા હતાં.
વાત ખૂબ અફસોસની છે, પણ આપણે માત્ર અફસોસ નથી કરવો, મૂળમાં જઈને મંથન કરવું છે. બારમા ધોરણમાં ૯૧% લાવનાર વિદ્યાર્થી માટે આપણે કહી શકીએ કે એણે પોતાના જીવનના બાર વર્ષ સુધી ખૂબ જ નિષ્ઠાથી અભ્યાસ કર્યો હશે. પ્રત્યેક ધોરણમાં એ તેજસ્વી પરિણામ લાવ્યો હશે અને તેના પરથી અનુમાન કરી શકીએ કે સરકારે તૈયાર કરેલ પાઠ્યપુસ્તકોનો તેણે શ્રેષ્ઠ અભ્યાસ કર્યો હશે. આટલો અભ્યાસ કર્યા બાદ પણ એ વિદ્યાર્થી આવી ચેષ્ટા કરે, એના માટે એ વિદ્યાર્થીની જ ખામી સમજવી કે જે શિક્ષણ એણે લીધું છે એની પણ ખામી સમજવી? વિદ્યાર્થીના આપઘાત પાછળ
ઘરકામ, નોકરી વગેરેની
જવાબદારીઓની સાથે સાથે જે માતાકોણ જવાબદાર ? વિદ્યાર્થી ?
પિતાએ બાર કે પંદર વર્ષો સુધી જે કે એને આપવામાં આવેલું
સંતાનોને સ્કુલે પહોંચાડવા અને પાછા નિરુપયોગી શિક્ષણ?
લાવવા માટે. હાડમારીઓ વેઠી છે, પરસેવાના પૈસાનું પાણી કર્યું છે, સ્કુલ-ટ્યુશન-ક્લાસની કમરતોડ ફીના બોજા ઉઠાવ્યા છે. રે..અબજો રૂપિયાથી પણ જેનું મૂલ્યાંકન ન થઈ શકે એવી સંતાનની એક એક ક્ષણનો વિનિયોગ જે માતા-પિતાએ કેળવણી માટે કર્યો છે, એ માતાપિતાને શિક્ષણતંત્ર શું બદલો આપે છે? કરોડો માતાઓ એમના લાડકવાયાને વહેલી સવારે કાચી ઉંઘમાંથી ઉઠાડે છે. સો મણની ચિંતાના ભાર સાથે સ્નાન, નાસ્તો વગેરે પ્રભાતક્રમના કાર્યો કરાવે છે. અદ્ધર શ્વાસે ભાગ-દોડ કરીને સ્કુલ બસના આગમનની ક્ષણને સાચવી લે છે અને બસનો માણસ બાળકને ઉંચકીને બે દાદરા ઉપર ચડાવી દે એટલે એ માતાઓ રાહતનો શ્વાસ લે છે. પણ લાખ રૂપિયાનો પ્રશ્ન એ છે, કે ખરેખર એમાં રાહત માનવા જેવી હોય છે ખરી ? આટ- આટલો ભોગ આપીને પોતાના કાળજાની કોર જેવા સંતાનને માતા-પિતાઓ જે શિક્ષણતંત્રના હવાલે કરે છે, એ શિક્ષણતંત્રને પોતાની જવાબદારીનો કેટલો ખ્યાલ છે? એ શિક્ષણતંત્ર જે શિક્ષણ આપી રહ્યું છે, એમાં જીવનોપયોગી શિક્ષણ કેટલું હોય છે?