________________
આર્ષ વિશ્વ
આચાર્ય કલ્યાણબોધિ જીવન જીવવાની કળા
ધર્મોપનિષદ્ નદીના પાણીને ચીરતી ચીરતી હોડી આગળ વધી રહી છે. શેઠ સહેલગાહનો આનંદ લઈ રહ્યા છે, એ સમયે એમને કાંઈ તુક્કો સૂઝયો. નાવિકને પૂછ્યું, “અલ્યા, તું કાંઈ ભણ્યો-ગણ્યો છે કે નહીં ?” નાવિકે સરળતાથી જવાબ આપ્યો, “ના, મારે તો કાળા અક્ષર ભેંસ બરાબર છે.” શેઠે કહ્યું, “તો તારી પા જિંદગી પાણીમાં ગઈ. ઠીક છે. તે પૈસા કેટલા ભેગા કર્યા છે?” નાવિકે જે હતું એ કહી દીધું, “ફૂટી કોડી ય નથી. હું તો રોજ કમાઉં છું, ને રોજ ખાઉં છું.” “અરે રે, તો તો તારી અડધી જિંદગી પાણીમાં ગઈ. પણ એ તો કહે, તું પરણ્યો છે કે નહીં ?” આ વખતે નાવિક જરા ફિક્ક હસી પડ્યો.. “શેઠ ! મારા જેવા ગરીબને દીકરી કોણ આપે ?” ઓહ...તારી પોણી જિંદગી પાણીમાં ગઈ.”
હજી તો આ વાત ચાલે છે, ત્યાં પાણીની એક જોરદાર થપાટ હોડીને વાગી. એક નાનું પાટિયું હોડીમાંથી છૂટું પડી ગયું, પાણી પૂર વેગે હોડીમાં અંદર આવવા લાગ્યું. શેઠ ફાટી આંખે જોઈ રહ્યા નાવિકે ઝડપથી શેઠને પૂછ્યું, “શેઠ! તમને તરતાં તો આવડે છે ને ?” શેઠે ગભરાટ સાથે જવાબ આપ્યો, “ના.” “તો પછી તમારી આખી જિંદગી પાણીમાં ગઈ.”
પછી શું થયું. એ કહેવાની જરૂર નથી, વાત માત્ર એ શેઠની નથી. સમાજની, દેશની અને દુનિયાની છે. આજે વ્યક્તિ સ્પોકન ઇંગ્લીશના ક્લાસ ભરી ભરીને દેશી | વિદેશી ઈંગ્લીશ બોલવા લાગે છે. નાની-મોટી ડિગ્રી મેળવી લે છે. પૈસા કમાવાની તરકીબો શીખી લે છે. “ફેર સ્કીન’વાળી કન્યા કે મૂરતિયાને પસંદ કરી લે છે. પણ જીવનમાં અનેક પ્રકારના દરિયા આવતા હોય છે, જેમને તરતા તેમને આવડતું નથી. ને પરિણામ એ જ આવે છે, જે એ શેઠનું આવ્યું હતું.
ધર્મોપનિષદ્ જીવન જીવવાની કળા શીખવાડે છે. જીવનમાં આવતા દરિયાઓને તરતાં શીખવાડે છે. દુ:ખમાં હસતાં શીખવાડે છે. સુખમાં સ્વસ્થ રહેતાં શીખવાડે છે, પ્રલોભનો સમક્ષ અણનમ રહેતાં શીખવાડે છે. પારિવારિક પ્રેમ, શાંતિ
४३