________________
સ્વીકારીને વિશ્વોદ્ધાર માટેની આગેવાની લેવી ?
ખૂન કે જાતીય સતામણીની એક જ ઘટના પૂરા બે પરિવારોનું ધનોત પનોત કાઢી નાખે છે. વાસનાના વમળો સુખી લગ્નજીવનને રફે-દફે કરી નાખે છે. નિરંકુશ લોભ ભયાનક અનર્થોને આમંત્રણ આપે છે. ફાટ ફાટ થતો ક્રોધ આખા ઘરને નરક બનાવી દે. છે. જેના મનમાં આવા દોષોના સાપોએ રાફડા બાંધ્યા છે, એ ભલે હાઈએજ્યુકેટેડ હોય, ભલે એના નામની પાછળ ડિગ્રીઓના લાંબાલચક પૂંછડા લાગતા હોય. વાસ્તવમાં એ મૂર્ખ છે. સંત કબીરનાં વચનો યાદ આવે છે.
काम क्रोध मद लोभ की, जब लग मन में खान । तब लग पंडित मूरख ही, कबीर एक समान ॥
સાચું શિક્ષણ એ છે કે જે દોષોને દૂર કરે અને સદ્ગુણોનું આરોપણ કરે. જીવનને સુખી બનાવવાનો એક માત્ર આ જ ઉપાય છે.
સાચું શિક્ષણ એ છે કે જે દોષોને દૂર કરે અને સદ્ગુણોનું આરોપણ કરે. જીવનને સુખી બનાવવાનો એક માત્ર આ જ ઉપાય છે. માતા-પિતાઓ, અધ્યાપકો, આચાર્યો અને શિક્ષામંત્રીઓએ મળીને વ્યક્તિ, સમાજ
અને દેશના હિત ખાતર આ ઉપાય અપનાવી લેવો જોઈએ અને તેમની હિતેચ્છતાને પુરવાર કરી દેવી જોઈએ.
५०