________________
જેઓ કાવ્યું કે પાક્યું માંસ ખાય છે, જેઓ ઈંડા ખાય છે, તેમનો અમે અહીંથી નાશ કરીએ છીએ - અથર્વવેદ
(૨) ઈસાઈ ધર્મ - ઈસા મસીહને જાન દિબેપટિસ્ટ પાસેથી જ્ઞાન મળ્યું હતું, જે માંસાહારના સમ્ર વિરોધી હતાં. ઈસા મસીહના ઉપદેશના બે મુખ્ય સિદ્ધાન્ત છે –
Thou shall not kill. તું જીવહત્યા નહીં કરે. Love thy neighbour પોતાના પાડોશીને પ્રેમ કરો.
ગાસ્પલ ઑફ પીસ ઑફ જીસસ ક્રાઇસ્ટ’ માં ઈસા મસીહે કહ્યું છે - “સત્ય તો એ છે, કે જે હત્યા કરી રહ્યો છે, તે વાસ્તવમાં પોતાની જ હત્યા કરી રહ્યો છે. જે મારેલા જાનવરનું માંસ ખાય છે, તે વાસ્તવમાં પોતાનું મડદું પોતે જ ખાય છે. જાનવરોનું મૃત્યુ એનું પોતાનું મૃત્યુ છે, કારણ કે આ અપરાધની સજા મૃત્યુથી ઓછી હોઈ જ ન શકે. જો તમે શાકાહારને પોતાનું ભોજન બનાવશો, તો તમને જીવન અને શક્તિ મળશે. પણ જો તમે મૃત (માંસાહાર) ભોજન કરશો, તો એ મૃત આહાર તમને પણ મારી નાખશે. કારણ કે માત્ર જીવનથી જ જીવન મળે છે. મૃત્યુથી હંમેશા મૃત્યુ જ મળે છે.
જાનવરોનું મૃત્યુ એનું પોતાનું મૃત્યુ છે, કારણ કે આ અપરાધની સજા મૃત્યુથી ઓછી હોઈ જ ન શકે. Thou shall not kill - તું જીવહત્યા નહીં કરે. - ઈસા મસીહ
(૩) શિન્જો ધર્મ - આ ધર્મના અનુયાયીઓ જાપાનમાં વસેલા છે. આ ધર્મની માન્યતા છે કે જે લોકો દયા કરે છે, તેમનું આયુષ્ય વધે છે.”
(૪) તાઓ ધર્મ - આ ધર્મના અનુયાયીઓ ચીન તથા એશિયામાં વસેલા છે. આ ધર્મની માન્યતા છે કે બધી જ ક્રિયાઓની પ્રતિક્રિયાઓ હોય છે.
If you kill, you will also be killed. જો તે હત્યા કરીશ, તો તારી પણ હત્યા કરવામાં આવશે. (૫) કયૂશસ ધર્મ - આ ધર્મના અનુયાયીઓ ચીન, જાપાન, બર્મા અને