________________
પિતૃભક્તિ ને ભ્રાતૃભાવના અમૂલ્ય પાઠો શીખવતા રામાયણના રહ્યા સહ્યા અંશો અદૃશ્ય થતા જાય છે અને જેક એન્ડ જીલ જેવા તત્ત્વહીન નિરર્થક શબ્દોના ભૂંસા પગપેસારો કરતાં જાય છે. સત્તાધીશોના હૈયે દેશના કૂમળા બાળકોનું હિત કેટલું વસ્યું છે, એ તો ખબર નથી. પણ માતા-પિતાઓ પોતાના સંતાનોના હિત સાથે કોઈ જ કોમ્પ્રોમાઇઝ કરવા માંગતા નથી, એની પૂરી ખાતરી છે. જે માતા-પિતાઓ ‘ફી’ઓ ચૂકવી ચૂકવીને સંતાનોના હિત ખાતર એમને શિક્ષણસંસ્થાને સોંપે છે, એની પાસે સંતાનોના સર્વાંગીણ વિકાસની અપેક્ષા રાખવાનો તેમનો પૂરો અધિકાર છે. જો માતા-પિતાઓ જાગશે, તો સરકાર જરૂર જાગશે. સમજુ શિક્ષકો, વિચક્ષણ આચાર્યો અને હિતેચ્છુ માતા-પિતાઓ ટૂંક સમયમાં આખા દેશની કાયાપલટ કરી શકે છે.
ધર્મોપનિષદ્ એ ભારતની સ્વર્ગીય પ્રાચ્ય સમૃદ્ધિ છે. એ આર્ષદષ્ટા મહાપુરુષોનો અણમોલ વારસો છે. સમાજને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવવા માટે એ આરોગ્ય-ટોનિક છે. સંસ્કારોની સુવાસ પ્રસરાવતું એ મઘમઘતું ગુલાબ છે. જીવનમાં પૈસાથી નહીં, પણ ગુણોથી સુખી બની શકાય છે. આજે પણ વિશ્વમાં ધનવાન નહીં પણ ગુણવાન જ સુખી છે. ધર્મોપનિષદ્ માં ગુણોનો પ્રસાર કરવા માટે આગેવાની લેવાનું સામર્થ્ય છે.
આત્મનઃ પ્રતિભાનિ પરેષાં ન સમાત્ - જે તમને પોતાને પ્રતિકૂળ છે, તેવું વર્તન તમે બીજા પ્રત્યે ન કરો - આ એક સુવાક્યમાં હજા૨ો હત્યાઓ અટકાવવાની શક્તિ છે.
ન પાપં પ્રતિ પાપ: સ્વાત્, સાધુરેવ સવા મવેત્ – દુર્જન પ્રત્યે પણ દુર્જન ન થવું. પણ હંમેશા સજ્જન જ રહેવું - એ એક સુનીતિ વેરના અનર્થોને રોકી શકે છે. सत्यं ब्रूयात् प्रियं બ્રૂયાત્, ન ત્રૂયાત્ સત્યપ્રિયમ્ - સાચું બોલવું, પ્રિયવચન બોલવું, સાચું પણ એવું ન બોલવું, જેનાથી કોઈનું દિલ દૂભાય આ એક જ સુભાષિત ઝગડાઓ, વિવાદો અને યુદ્ધોથી બચાવી શકે છે.
मा हिंसीस्तन्वी प्रजाः કોઈ પણ જીવની હિંસા ન કરો - આ એક સુવચન સમસ્ત પર્યાવરણને સુરક્ષિત કરી શકે છે.
अहिंसा परमो धर्मः અહિંસા એ જ પરમ ધર્મ છે
=
રમખાણો અને હુલ્લડોને અટકાવી શકે છે.
=
४८
- આ સુવર્ણવાક્ય કોમી