________________
આપણને જે ગમે છે, એના આપણે ગુલામ છીએ. सम्बन्धानात्मनो जन्तुर्यावतः कुरुते प्रियान् ।
तावन्तस्तस्य जायन्ते हृदये शोकशङ्कवः ॥
જીવ જેટલા જેટલા પ્રિયસંબંધો કરે છે, તેટલા તેટલા શોકના શલ્યો એના હૃદયને વીંધે છે. મોક્ષના પરમ સુખનો આ જ માર્ગ છે, કે મન વિષયોથી વિરક્ત બની જાય. જનક રાજાએ અષ્ટાવક્ર મુનિને મોક્ષમાર્ગ બતાવવા વિનંતિ કરી. ત્યારે તેમણે આ જ માર્ગદર્શન આપ્યું હતું. જે આજે પણ અષ્ટાવક્ર મહાગીતામાં કંડારાયેલું
છે.
વાસ્તવમાં એ જ દુઃખ આપે છે, જેની પાસે સુખની આશા છે.
मुक्तिमिच्छसि चेत् तात ! विषयान् विषवत्त्यज ।
જો મુક્તિ જોઈતી હોય, તો વિષયોને વિષ સમજી લે અને તેમનો ત્યાગ કર. સુંવાળા સ્પર્શો, ભાવતા ભોજનો, માદક સુગંધ, મોહક રૂપ, અને લોભામણા ગીતસંગીત - આ બધાં વિષયો છે. અજ્ઞાનીને એ અમૃત લાગે છે, જ્ઞાનીની દૃષ્ટિમાં એ હળાહળ ઝેર છે. સંસારના તમામ પાપો અને અપરાધોના મૂળમાં આ વિષયોની આસક્તિ છે અને સમસ્ત દુઃખોનું મૂળ પણ આ જ છે. આગમમાં કહ્યું છે.
गुणे से आ
વિષયો જ દુઃખમય સંસારનો પર્યાય છે. ‘જળ’ને એટલા માટે જ ‘જીવન’ કહેવાય છે, કે જળ વિના જીવન સંભવિત નથી. વિષયોને એટલા માટે જ દુઃખમય સંસાર છે. અનુભૂતિગીતાના શબ્દો યાદ આવે છે.
મુક્તિ મુક્તિ શું કરો ? કરો વિષય પરિહાર । વિષયમુક્તિ મુક્તિ છે, વિષય છે સંસાર ॥
અજ્ઞાનીને જે અમૃત લાગે છે, એ જ્ઞાનીની દૃષ્ટિમાં હળાહળ ઝેર છે.
મોક્ષ ‘મુક્તિ મુક્તિ’નું રટણ કરવાથી નથી મળતો. વિષયત્યાગ કરવાથી મળે છે. તું તારા આત્માને વિષયોથી મુક્ત કરી દે,
એ જ તારી મુક્તિ છે, કારણ કે સંસાર એ બીજું કશું જ નથી, સિવાય વિષયો.
३२