________________
આર્ષ વિશ્વ
આચાર્ય કલ્યાણબોધિ
સંતનું સૌન્દર્ય
અવધૂતગીતા
ખળ ખળ વહેતી નદી છે, રમણીય કિનારો છે. એ કિનારાની રેતીમાં એક સંત બેઠાં છે. એમના ચહેરા પર પ્રશાંતતા પણ છે, પ્રસન્નતા પણ અને ધન્યતા પણ...નિર્પ્રાપ્તેઽત્તિ ધા.....ધ્યાનના અલૌકિક ઊંડાણમાંથી સંત બહાર આવ્યા છે...આંખો ખુલી છે...અને સામે દેખાય છે એક વીંછી. પાણીની નજીક એ સરકી રહ્યો છે. સંત હજી કાંઈ સમજે એની પહેલા તો વીંછી પાણીમાં પડી ગયો. જીવ બચાવવા એ તરફડી રહ્યો છે...સંતની કરુણા છલકી ઉઠી. તરત જ ત્યાં જઈને એમણે વીંછીને પોતાના હાથમાં લઈ લીધો. પ્રેમથી એને કિનારાના સુરક્ષિત સ્થાને મૂકવા જાય છે, ત્યાં તો વીંછીએ સંતને ભયંકર ડંખ દઈ દીધો. સંતને અસહ્ય વેદના થઈ, પણ તો ય એ જ પ્રેમ સાથે એમણે વીંછીને હળવેથી મૂકી દીધો.
સંત ફરી પોતાના સ્થાને બેસી ગયા. થોડી વાર થઈ અને ફરી વીંછી પ૨ ધ્યાન ગયું. નાદાન વીંછી ફરી પાણીમાં પડી રહ્યો હતો. સંતે ફરી એને બચાવ્યો. ને વીંછીએ ફરી ડંખ માર્યો. ફરી બચાવ્યો ને ફરી ડંખ માર્યો. ચાર વાર આ ઘટના બની. એક યુવાન સંતની આ પ્રવૃત્તિને જોઈ રહ્યો હતો. એણે સંતને કહ્યું, “તમે રહેવા દો ને, એ એનો સ્વભાવ નહીં છોડે.” સંતે સ્મિત કરીને જવાબ આપ્યો, “એ એનો સ્વભાવ નથી છોડતો, તો હું મારા સ્વભાવ કેમ છોડું ?”
‘વીંછી જેવો વીંછી પણ જો એના સ્વભાવને વળગી રહે છે. તો હું તો સંત છું. મારે પણ મારા સ્વભાવને વળગી રહેવું જોઈએ. ‘ડંખ મારવો’ એ એનો સ્વભાવ છે. ‘કરુણા’ એ મારો સ્વભાવ છે. આ છે સંતનું સૌન્દર્ય, સામાન્ય વ્યક્તિ જાત માટે જીવે છે. સંત જગત માટે જીવે છે. સામાન્ય વ્યક્તિ પોતાના દુઃખથી દુઃખી હોય છે. સંત બીજાના દુઃખથી દુ:ખી હોય છે.
અવધૂતગીતા નામના ગ્રંથમાં સંતના આ અલૌકિક સૌન્દર્યના દર્શન થાય છે. શ્રી દત્તાત્રેય અવધૂત આ ગ્રંથના કર્તા છે. સંસ્કૃત ભાષામાં કાવ્યરૂપે રચાયેલ આ ગ્રંથમાં ૨૮૯ શ્લોક છે. આત્માનુભૂતિ, વિરાગરસ, અધ્યાત્મવિદ્યા અને સમાધિમાર્ગનું આ ગ્રંથમાં સૂક્ષ્મ નિરૂપણ કરેલ છે. તો સાથે સાથે જ તે ગુણોને
३९