________________
પામીને સંતનું સૌન્દર્ય કેવું ખીલી ઉઠે છે, તેનું પણ વર્ણન કરેલ છે. જેની ઝલક અહીં પ્રસ્તુત છે.
कृपालुरकृतद्रोह - स्तितिक्षुः सर्वदेहिनाम् । सत्यसारोऽनवद्यात्मा, समः सर्वोपकारकः ॥ સામાન્ય વ્યક્તિ જાત માટે
જીવે છે. સંત જગત માટે જીવે છે.
(૧) કૃપાળુ - સંતનું આ પહેલું લક્ષણ છે. કૃપા એટલે કરુણા. વિશ્વના સર્વ જીવો પ્રત્યે જેના અંતરમાં કરુણા ઉભરાઈ રહી છે,
એનું નામ સંત. કીડીથી માંડીને હાથી સુધીના સર્વ જીવો પ્રત્યે જેને દયા છે એનું નામ સંત. પૃથ્વી અને પાણી વગેરેના સૂક્ષ્મ જીવો પ્રત્યે પણ જેના હૃદયમાં વાત્સલ્ય છે, એનું નામ સંત. હૃદયનું આ વાત્સલ્ય સંતની આંખોમાં છલકે છે, અને સંતની વાણી અને વર્તનમાં પ્રગટે છે. સંતના આશીર્વાદથી સંકટો ટળી જાય, રોગો દૂર થાય, એવી જે ઘટનાઓ બને છે, તેમાં સંતનો આ વાત્સલ્યભાવ કારણ હોય છે. આધુનિક વિજ્ઞાન પણ આજે વિચારશક્તિની અસરકારકતાનો સ્વીકાર કરે છે, ત્યારે એવી ઘટનાઓમાં અશક્યપણું નથી.
(૨) અકૃતદ્રોહ - સંત એ કે જે દુનિયાના કોઈ પણ જીવનો દ્રોહ કરતા નથી, વાત્સલ્યનો મહાસાગર જેના હૈયામાં હિલોળા લઈ રહ્યો હોય, એ કોઈને દ્રોહ શી રીતે કરી શકે ? આગમમાં કહ્યું છે - અવરો વિ ળ બફ કોઈ પોતાને ગાળો આપે, માર મારે કે મારી નાંખવા સુધીનો પ્રયાસ કરે, સંતને એના પ્રત્યે મનમાં પણ ક્રોધ જાગતો નથી. નાનકડો બાળક એની માતાને લાત મારી દે, એવું પણ બને, પણ માતાનો એના પ્રત્યે શું પ્રતિભાવ હોય ? શું માતા એને લાત મારશે કે એના પર ગુસ્સે થશે ? ના, માતાના મુખ પર સ્મિત હશે. હૃદયમાં વાત્સલ્ય હશે, અને ‘મારો વ્હાલો દીકરો’-આ લાગણી અકબંધ હશે. એક માતાને જે લાગણી પુત્ર માટે છે, તે જ લાગણી સંતને વિશ્વ માટે છે. સંત ‘કૃપાળુ’ છે, માટે જ ‘અમૃતદ્રોહ’ છે.
એક માતાને જે લાગણી પુત્ર માટે છે, તે જ લાગણી સંતને વિશ્વ માટે છે.
-
(૩) તિતિક્ષુ - તિતિક્ષાનો અર્થ છે સહન કરવું. જે સહનશીલ છે, તે તિતિક્ષુ છે. કોઈનું કશું ય સહન ન કરવું, એ
સામાન્ય વ્યક્તિની ભૂમિકા છે. બધાંનું બધું જ સહન કરવું, એ સંતની ભૂમિકા છે. ઉપદેશમાલામાં કહ્યું છે - સાદૂ સદંતિ સળં ળીયાળ વિ પેસપેસાળ સંત સંન્યાસ
४०