________________
સુધાનું સર્વસ્વ અમૃતબિંદૂપનિષદ્
પર્વતીય પ્રદેશ...ખળખળ વહેતા ઝરણા....કલરવ કરતાં પંખીઓ...૨મણીય પરિસર અને પ્રભાતનો સમય...એક વૃક્ષની નીચે એક સંત ધ્યાનમગ્ન છે. મુખ પર પ્રશાન્તતા પણ છલકી રહી છે અને પ્રસન્નતા પણ. બહારની રમણીયતાને ક્યાંય શરમાવે, એવી પરમ રમણીય આંતરસૃષ્ટિમાં વિચરી રહ્યા છે એ સંત, બહારના ઝરણાઓને ઝંખા પાડી રહ્યા છે એમના અંતરમાંથી ફૂટી નીકળતા સ્વયંભૂ સુખના ઝરણા, કશું જ નથી એમની પાસે, ને છતાં ય દુનિયાના બેતાજ બાદશાહ છે એ. ઉપનિષદોએ અમસ્તુ નથી કહ્યું.
तेन त्यक्तेन भुञ्जीथाः ।
ભોગનો એક માત્ર ઉપાય છે ત્યાગ. ભોગી મૃગતૃષ્ણાના મૃગની જેમ જીવનભર ભટકતો જ રહે છે, અને ભીતરના સુખથી વંચિત રહે છે. ત્યાગી સમજે છે, કે એ જળ નથી, ઝાંઝવા છે. ત્યાગી ભીતરી સ્રોત તરફ વળે છે અને એ સુધારસમાં નિમગ્ન બનીને પરમ તૃપ્તિનો અનુભવ કરે છે. તૃપ્તિનું એકછત્રી સામ્રાજ્ય સંતની અસ્મિતા બન્યું છે, એ સમયે કોઈ જિજ્ઞાસુ ત્યાં આવી ચઢે છે. એ ચરણસ્પર્શ કરે છે અને સંત આંખો ખોલે છે. તેજ અને કૃપાના ધોધથી જિજ્ઞાસુ આપ્લાવિત થઈ જાય છે...યસ્ય દષ્ટિ: પાવૃષ્ટિ...
ભોગનો એકમાત્ર ઉપાય છે ત્યાગ
આર્ષ વિશ્વ
આચાર્ય કલ્યાણબોધિ
થોડી ક્ષણો એમ જ વીતી જાય છે અને હવે જિજ્ઞાસુ પ્રશ્ન કરે છે. “ભગવંત ! બંધનનું કારણ શું છે ?” સંતે જવાબ આપ્યો, “મન.” જિજ્ઞાસુ વિસ્મિત થયો. એણે બીજો પ્રશ્ન કર્યો, “મુક્તિનું કારણ શું છે ?” સંતે કહ્યું. “મન.” જિજ્ઞાસુનો વિસ્મય અનેકગણો બન્યો. એણે ખુલાસો કરવા વિનંતિ કરી, અને સંતના હોઠ ફરક્યા.
मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः ।
"
३०