________________
આત્મજિજ્ઞાસા કરી લે અને આત્મજ્ઞાનને મેળવવાના પ્રયત્નમાં લાગી જા. માત્મચેવોપાસીત – શરીર, સંપત્તિ, સત્તા...આ બધા ઉપાય નથી. ઉપાસ્ય છે માત્ર તારો આત્મા. પરોપકાર, સદાચાર, દાન, દયા આ બધા જ આત્મોપાસનાના સાધનો છે. માત્માનવ નોમુપાસીતા તારા જીવનનું સાર્થક્ય અને સાફલ્ય એમાં જ છે, કે તું તારા આત્માની ઉપાસના કરી લે, તારા સમય, બુદ્ધિ, શક્તિ, સામગ્રીનો આથી શ્રેષ્ઠ બીજો કોઈ જ ઉપયોગ નથી.
- સિંહે તો બધો જ પર્દાફાશ કર્યો છે. હવે આપણે “બેં બેં કરવું કે ગર્જના કરવી, એ આપણા હાથની વાત છે. ભ્રમમાં બંધાવું કે મુક્ત થવું, એ આપણને સ્વાધીન વાત છે. નશ્વર - ક્ષણિક-તુચ્છ વિષયોનો ચારો ચરવો કે આત્મરમણતાના અદૂભૂત આનંદના આસામી થવું, એ આપણી રુચિની બાબત છે. “ઠેકડા” ને “ઠેસના ભોગ બનવા માટે કે પરમસુખના શિખરે ઉધ્વરોહણ કરવા માટે આપણે સ્વતંત્ર છીએ. સંસાર એક ભરવાડની અદાથી આપણને હકે તેમ ઢસડાયા કરવું ? કે આત્મજ્ઞાન અને આત્મહિતાનુષ્ઠાનના માધ્યમે આત્મસામ્રાજયના સમ્રાટ થવાનો આપણો જન્મસિદ્ધ અધિકાર મેળવી લેવો ?
સિંહની ગર્જના થઈ ચૂકી. હવે વારો બચ્ચાનો છે.