________________
વિષવિઘાત
શબ્દ અને વિચારની જાદુઈ અસર શ્રાદ્ધપ્રતિક્રમણસૂત્ર
આર્ષ વિશ્વ આચાર્ય કલ્યાણબોધિ
છાતી ફાટી જાય એવી ચીસ સાથે એ વૃદ્ધા ઢળી પડી. આગંતુકો સ્તબ્ધ થઈ ગયાં. વાતાવરણ દિસૂંઢ બની ગયું. હાથ-પંખાનો પવન અને શીતળ જળનું સિંચન...થોડી વાર પછી એ વૃદ્ધા ભાનમાં આવી અને એ નિશ્ચેષ્ટ દેહને વળગી પડી, જેને આગંતુકો લઈ આવ્યા હતાં. એ હતો એનો એકનો એક પુત્ર-લીલોછમ છે એનો દેહ...ખ્યાલ આવી ગયો છે વૃદ્ધાને કે વગડામાં એને કોઈ સાપ કરડી ગયો છે. પથ્થર હૃદયને ય પીગળી દે એવો એ કલ્પાંત..બેટા હંસ ! આંખો ખોલ ! આંખો ખોલ બેટા હંસ ! એક વાર આંખો ખોલ...નહીં તો આ તારી માની આંખો મીંચાઈ જશે...
‘તમે જરા બાજુમાં આવી જાવ. જુઓ આ વૈદરાજ આવી ગયા છે. હમણા બધું સારું થઈ જશે.' પડોશીના શબ્દ વૃદ્ધા ખસી ગઈ. એની આંખોની આશા જાણે સાત મિનાર ઊંચી થઈ થઈને ચેતનાના આગમનને ઝંખી રહી છે. પણ કા...શ વૈદરાજના નીસાસાએ એ આશાને નિરાશા બનાવી દીધી. વાતાવરણની ગંભીરતા વધતી જાય છે. વૈદરાજ ફળિયાની બહાર નીકળે, એ પહેલા તો ગારુડીઓ પણ આવી ગયા. તમ-તમારે કોઈ ચિંતા ન કરો, આ મંત્ર બોલીએ એટલી જ વાર, હમણા ઝેર ઉતર્યું જ સમજો. આખી પોળ ક્યાંય સુધી મંત્રોચ્ચારોથી ગુંજતી રહી. વૃદ્ધાની આંખોમાં આશાની ચમક ઓસરી રહી છે. પુત્રનો દેહ એવો ને એવો...નિશ્ચેષ્ટ પડ્યો છે. ને ગારુડીઓના અવાજ પણ ધીરા થઈ રહ્યા છે. ‘થોડું વહેલું કર્યું હોત તો જાન બચી જાત. જીવ જતો રહ્યો પછી શું થાય ?' ગારુડીઓએ વિદાય લીધી. અંધારું વધી રહ્યું છે. લોકો વીખરાઈ રહ્યા છે. ‘સવારે વહેલા કાઢી જઈશું’ એવી ગણગણ થઈ રહી છે. પણ વૃદ્ધા...એને હજી ય આશા છે. એટલે જ તો એ જીવી રહી છે.
આખી રાત એનો વહાલ વરસાવતો હાથ પુત્રના માથે ફરતો રહ્યો અને
२३